Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 99
________________ પ્રગટ કર્યું તેવું જ છે! મૂળ સ્વરૂપમાં કયાંય ભેદ નથી, કર્મને લઈને ભેદ કહેવાય છે. “જિનપદ નિજપદ એકતા.” ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાકયમાં કૃપાળુદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે. “કર વિચાર તો પામ.” વસ્તુ સ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.” એમ બનારસીદાસે કહ્યું છે. બીજા વિચારથી મન થાકી જાય, માથું દુ:ખે. આત્માનો વિચાર કરતાં સુખ ઊપજે, શાંતિ થાય. ઊંડો ઊતરું છું એટલે બાહ્યભાવથી છૂટું છું. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય છે. સદ્ગુરુના બોધે જે વિચારણા થાય તે સુવિચારણા છે. બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફોરવવું પડે છે. પછી તેનો અભ્યાસ થઈ જતાં મન તે તરફ સહેજે ઢળે ત્યારે બીજાં કામ કરતાં પણ આત્મવિચારમાં રહી શકે. ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે! વૈરાગ્ય, ઉપશમ વડે ઊંડા ઊતરતાં મારા ૯૧

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106