________________
આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. ખરો નાથ આત્મા છે તે પ્રગટે ત્યારે સનાથ થવાય. સદ્ગનો આશ્રય મળે તોપણ સનાથ થવાય.
નીરગી પરમાત્મા! હું હવે તમારે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.
નાથ કોણ? નરાગી પરમાત્મા, જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડયું છે. પરમાત્મા નીરાગી છે. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે શું કરવું? પરમાત્મારૂપ દેવ, તેમણે ઉપદેશેલો ધર્મ, અને તે ધર્મને સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે. તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય.
મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. - શરણ કેમ પ્રાપ્ત થતું નથી? જીવ અપરાધી છે. જેની આરાધના કરવી જોઈએ તેની આરાધના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતા નથી. સત્તામાં