________________
તેથી દયાને ધર્મનું મૂળ કહી છે. બોલવું નહીં તેને શાંત રહેવું એમ કોઈ માને છે. ભગવાને પ્રથમ સમક્તિ કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે પછી તેમાં રહેવું તે શાંતિ છે. સમક્તિ નથી થયું ત્યાં સુધી ક્રોધાદિ ન કરે તો પુણ્ય બંધાય પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ન છૂટે. આત્માનો લક્ષ હોય ત્યાં પછી કપાય રોકે વગેરે તે બધું આત્મામાં રહેવા અર્થે થાય છે. શાંતિ એટલે બધા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. સ્વભાવ પરિણામ ઓળખે પછી વિભાવ પરિણામ ગમે નહીં તેથી નિવૃત્ત થાય. વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું ઓળખાણ હોય તો તેનું માહાત્મ લાગે એટલે જે કરે તે આત્માર્થે થાય. ક્ષમા એટલે નિમિત્ત હોય તોપણ ક્રોધાદિ ન કરે. બળપૂર્વક સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોધાદિ વિભાવ છે. પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. જેટલી