________________
છે. મહાવીર ભગવાને જમાલીને કહ્યું હતું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. આવો ને આવો સદા રહેવાનો છે, માટે શાશ્વત અને અમુક જીવની અપેક્ષાએ તે અશાશ્વત છે. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે તેથી અનંત કાળનો સંસાર છતાં બધા જીવ તેમાં અનંત કાળ રહે એવું નથી, અનાદિસાંત પણ છે. સમક્તિ નથી થયું ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું. પાપી છું. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. બધાં પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવા લક્ષ રાખવાનો છે. ધન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ છે તેમાં તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળી તેનો અહંકાર. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે રહે છે, તેને પ્રથમ કાઢવાના છે. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. તે જાય તો તો સમક્તિ