________________
૮
સમ્યક્દર્શન થાય છે, તે ભાગ્યશાળી જીવ પરમાત્મારૂપ નિરંજન દેવનો રસ (આનંદ, રમણતા) અનુભવે છે; એવા યોગને પામેલો યોગી યુગોયુગ જીવે છે, અમર થાય છે. “અબ હમ અમર ભયે ન મરેંગે.” પરપ્રેમ પ્રવાહ બઢે પ્રભુસ, સબ આગમભેદ સુઉર બસ; વહ કેવલકો બીજ ગ્યાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે. પ્રભુ પ્રત્યેનો અલૌકિક પ્રેમ દિવસે દિવસે વૃદ્ધિ પામે. જેમ નદીનો પ્રવાહ હોય તે કયાંય ખળી ન રહેતાં વધુ ને વધુ જોશથી આગળ વધે, તેવી રીતે ભક્તિ પ્રેમ વર્ધમાન થાય તેમ તેમ યોગ્યતા આવે. એનું નામ જ સ્વધર્મ છે. ગમે તેવો પાપી હોય તે પણ આ પ્રેમપ્રવાહથી પવિત્ર બની જાય છે. દૃઢપ્રહારી એક નિશ્ચયે અડગ રહ્યા તો સર્વ કર્મની નિર્જરા કરી નાખી. તેમ આત્મપ્રાપ્તિ માટે સર્વાર્પણપણે પૂરા પ્રેમથી સત્પુરુષની ઉપાસના કરતાં કર્મનો ક્ષય થાય એ શ્રદ્ધા, એ પ્રેમ, એ જ માર્ગ છે. તે સમજાવવા માટે જ
૭૫