________________
ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયો, વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો. હવે નહીં કરું. પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મમરણ થયાં કરે છે, તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. ભાવનાબોધમાં કૃપાળુદેવે ભરતેશ્વરનું દષ્ટાંત આપ્યું છે, તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વપરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપવાન માનું છું તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે. ત્વચા ન હોય તો જણાય કે તે મહા દુર્ગધી પદાર્થોથી ભૂરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજ્ય વગેરે મારાં ક્યાંથી હોય? એ સર્વને મેં મારાં માન્યાં, તેમાં સુખની કલ્પના કરી