Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 80
________________ ન જતાં ત્યાં જ વસે (=બસ). આત્માથી વિશેષ પ્રીતિનું સ્થાન તેને ન હોય. બીજા સર્વ પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવે. પ્રેમ પ્રીતિ ઇચ્છા . તો તે સ્વરૂપમાં જ સ્થિર રહે. વૃત્તિ ત્યાં જ લાગી રહે ત્યારે આત્મા પ્રગટ જણાય. વૃત્તિને બહાર જતી રોકીને આત્મામાં જોડવી એ જ પુરુષાર્થ છે. તે તો પોતે વિચારે ને કરે ત્યારે થાય. જ્ઞાનીપુરુષનું શરણ હશે તો જ તે બની શકશે. ભક્તિ પ્રેમ સદ્ગુરુના આત્મસ્થિરતારૂપ શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધપણે વસે– જોડાય તો તરત શુદ્ધ આત્માનો અનુભવ પ્રગટે. તનસેં, મનસ, ધનસેં, સબસેં, ગુરુદેવકી આન સ્વઆત્મ બસેં, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમ ઘનો. ૬ જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. તનમાં, ધનમાં, મનમાં અને બીજી સંસારની અનેક વસ્તુઓમાં. તે સર્વથી અધિકપણે પોતાની સર્વ શક્તિથી પ્રેમ સદ્ગુરુમાં જોડે. સદ્ગુરુ તો નિ:સ્પૃહ છે. તેથી તેઓ આપણી ૭૨

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106