________________
કર્યો હોય અને આજ્ઞા આપી હોય તે નિરંતર વિચારે, દયમાં કોતરી રાખે. વેદના આવે, સંજોગો વિપરીત હોય તો પણ ભુલાય નહીં, તો તે સ્વધર્મસંચય કર્યો કહેવાય. ધર્મ મન, વચન ને કાયાથી આરાધે, તે પોતે કરવું, અન્ય પાસે કરાવવું કે કોઈ કરતું હોય તો તેને સારું કહેવું – અનુમોદના કરવી એમ નવ પ્રકારે ધર્મભાવના વર્ધમાન થાય છે. બીજી વાત કરવા કરતાં ધર્મની, સત્સંગની વાત કરીએ તો લાભ થાય. ચોથા આરામાં પુરુષો ઘણા વિચરતા. તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. આ કાળમાં તો મહા પુણ્ય હોય તેને ક્વચિત્ મળે. માટે જે આજ્ઞા, બોધ વગેરે પ્રાપ્ત થયું હોય તેને અત્યંત દુર્લભ સમજી આરાધવું. નિરંતર લક્ષ રાખી પોષવું. પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ન મૂકતાં સંઘરવી અને જેટલો બને તેટલો પુરુષાર્થ કરી આત્મારૂપી ધર્મવૃક્ષને વર્ધમાન કરવું.
પ્રથમ સમક્તિ – શ્રદ્ધા થાય પછી સ્વધર્મસંચય થઈ શકે. પુરુષ દ્વારા મળેલી આજ્ઞા આરાધે તો તે સમક્તિ
પર