________________
આવતાં તન્મય થઈ જાઉં છું, તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ. તેમજ ગૃહકુટુંબ આદિનાં કાર્યો ઘણા આનંદ સાથે કરું છું. પરંતુ તેમાં મારાપણું કરવાથી આત્માને બંધન કરી દુ:ખમાં લઈ જશે એમ સમજી ત્યાં પણ ઉદાસ રહેવું જોઈએ. જ્ઞાની ગૃહવાસને ભાલા સમાન અને કુટુંબનાં કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. તેમ મને થતું નથી. નકામી વાતોમાં વખત કાઢી નાખે. અરીસામાં જોઈને કલાક ખોટી થાય! ઘરનાં કાર્યમાં જરૂર પૂરતો વખત આપી દેહ પાસે ભક્તિ, ધર્મધ્યાન વગેરે કામ કરાવવું. આત્માર્થે બને તેટલું ખોટી થવું.
અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ધર્મની કાંઈ. ૧૨.
ભગવાન યાદ આવે તો ભગવાનનું માહાત્મ લાગે. તેને બદલે હું કેમ વખણાઉં, કેમ સારો દેખાઉં એમ અહંભાવ રહે છે. જન્મથી જ અહંભાવનો અભ્યાસ થવાં માંડે છે. પોતાનું સ્વરૂપ વિચારીને જ્યાં જન્મ્યો ત્યાંની પરિસ્થિતિમાં મારાપણું થઈ જાય છે. દેહ તે
પ૦