________________
પ્રવર્તન કરતાં પણ સંવર છે. આસ્રવમાં સંવર છે. સંવર એટલે આત્મામાં ઉપયોગ રહે તેથી કર્મબંધન થતાં અટકે, તે જેથી થાય એ સત્સાધન. તે જ્ઞાનીની અંતર્ચર્યા ઓળખતાં સમજાય, ત્યારે પોતે આરાધી શકે. કૃપાળુદેવ જ્ઞાની હતા કારણ કે તેઓ ઘણી વિકટ ઉપાધિઓ છતાં નિર્લેપપણે આત્મસ્વરૂપમાં જ સ્થિર રહેતા. એ આશ્ચર્યકારી દશા સમજવા ભક્તિ જોઈએ. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિકે કોણ ઉપાય ૧૮
બાળક હઠ લે તો જે માગે તે સિવાય બીજી ગમે તેવી કીમતી વસ્તુથી પણ ન માને તેમ જ્ઞાનીએ કહ્યું તે જ કરવું એવી રઢ લાગે. પ્રભુ-આત્માનું શુદ્ધ સ્વરૂપ, તે પામવા સિવાય બીજું કંઈ ન ગમે. બીજાં સર્વ કાર્યો પ્રત્યે વૈરાગ્ય આવે. સ્વાભાવિક ઉપશમ એટલે સહેજે કષાયની મંદતા થાય. માત્ર આત્માની જ ઝૂરણા થાય કે આત્મા જાણ્યા સિવાય જીવવું નથી. એમ મરણિયો થાય ત્યારે મિથ્યાત્વ ખસે એવું છે. સામાન્ય વ્રતાદિથી કંઈ ન બને. પરંતુ તેવી લય લાગવા માટે પ્રથમ
પ૮