Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 76
________________ નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે.” (આંક ૫૬૮). આત્માનું જે જ્ઞાન થયું તે ભૂલવાળું, અવળું હતું, મિથ હતું; છતાં તેણે એમ માન્યું કે મને સ્વબોધ થયો છે. એવી કલ્પના કરી એમ અહીં કહેવું છે. ત્યાર પછી મન વચન કાયાની પ્રવૃત્તિને વશ કરવા અનેક ઉપાયો, હઠયોગના પ્રયોગો ઉગ્ર કષ્ટ આપનારા કર્યા. અનેક પ્રકારની સાધનાઓ આદરી તેમાં એકધ્યાનપણે લાગી રહ્યો. મંત્રો અનેક જાતના છે. તેને જપવાના ભેદ પણ અનેક છે. જેમકે અમુક સંખ્યામાં, અમુક વખતે, અમુક દ્રવ્ય સહિત જપવા. તે રીતે ઘણાં પ્રકારના મંત્રો ઘણા પ્રકારે જપ્યા. અનેક જાતની તપશ્ચર્યા પણ અનેક રીતે આરાધી. મનથી સર્વ પદાર્થ તરફ વૈરાગ્ય ધારણ કર્યો. કંઈ ગમે નહીં – ખાવું, પીવું, પહેરવું, ઓઢવું વગેરે જીવન પર પૂરો વૈરાગ્ય આવ્યો. સંસારમાં કંઈ સાર નથી એમ પણ લાગ્યું. સબ શાસનકે નય ધારી હિયે, મતમંડન ખંડન ભેદ લિયે;

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106