Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 74
________________ સંયમ – પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મનના નિગ્રહરૂપ એમ છ પ્રકારે અને છકાય જીવની રક્ષા મળી બાર પ્રકારે પાળે. ત્યાગ ને વૈરાગ્યમાં શો ફેર? ત્યાગ એટલે કોઈ બાહ્ય વસ્તુ અથવા અંતરના વિભાવ ભાવને છોડવા તે. અને વૈરાગ્ય એટલે વિ+રાગ = રાગ નહીં તે. એટલે આસક્તિરહિત થવું. વસ્તુ છોડે પણ આસક્તિ રહે એમ બને. જો આસક્તિ એટલે રાગને દૂર કરે તો જ તે વસ્તુનો ત્યાગ ટકે. તેથી આસક્તિ છે ત્યાં સુધી ખરો ત્યાગ નથી. ત્યાગ અને વૈરાગ્ય ઉત્કૃષ્ટ રીતે બધાં વખાણે તેવો કર્યો. બધું છોડીને જંગલમાં એકલો તદ્દન મૌનપણે રહ્યો. છતાં જ્ઞાન ન હતું ત્યાં સુધી સંકલ્પવિકલ્પરૂપ અંતરવાચા તો હોય જ. વૈરાગ્ય ૧. ત્યાગ : “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાત્મ અધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ' કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૬૯ ૨. વૈરાગ્ય : “ગૃહ કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય” છે.” - શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૦૬ ६६

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106