________________
બદલે શાસ્ત્ર ભણીને અભિમાન કરે, પોતે આચરે નહીં અને બીજાને કહી બતાવવા, શિખામણ આપવા જાય તો શાસ્ત્ર ઊલટાં વિપરીત પરિણમે ને નુકસાન કરે. આત્મજ્ઞાન થવામાં આડાં આવે. માટે પોતાને માટે પરિણમાવી ગુણ પ્રગટાવવા જોઈએ.
“ભણ્યો પણ ગણ્યો નહીં એ કહેવત જેવું ન બને માટે ભવ્ય જનોને ચેતાવ્યાં છે. નહિ ગ્રંથમાંહી શાન ભાખ્યું, શાન નહિ કવિચારી નહિ મંત્ર તંત્રો શાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા કરી; નહિ અન્ય સ્થાને શાન ભાવું, શાન શાનીમાં કળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ૨
જ્ઞાન છે તે ચેતનસ્વરૂપ આત્માનો ગુણ છે તેથી તેનું અસ્તિત્વ કોઈ ગ્રંથમાં કે કવિતામાં, કોઈ રહસ્યભૂત મંત્રમાં કે વિસ્તારવાળા તંત્ર- રચનામાં નથી; તેમ ભાષાના શબ્દોમાં કે બીજી રીતે આત્માથી ભિન્ન સ્થળે કયાંય જ્ઞાન નથી. માત્ર જ્ઞાનીએ પોતાનું સ્વરૂપ જાણું છે ને આત્માનો અનુભવ કરે છે, તે
0 (