________________
જો આત્મદષ્ટિ હોય તો પછી તે ગમે તે શાસ્ત્ર વાંચે, ભણે તો તેને જુદા જુદા નયથી આત્માને અર્થે જ ગ્રહણ કરી શકે, લાગુ પાડી શકે. શ્રી ગૌતમસ્વામીને ચાર વૈદ જાણવા ભગવાને સમ્યક નેત્ર આપ્યાં હતાં. એ સમ્યફનેત્ર-સમદષ્ટિ-સમ્યકજ્ઞાન કે આત્મજ્ઞાન, ત્યાં જ કરવાનું છે. બધું કરીને આવવાનું ત્યાં જ છે. તેને અર્થે જ બધાં સાધન છે. વ્રત નહીં પચખાણ નહિ, નહિ ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ તીર્થંકર થશે, શ્રેણિક ઠાગ જોઈ લો. છેદ્યો અનંતા
એક સમક્તિ હોય પછી વ્રત પચખાણ કંઈ ન કરવા છતાં તીર્થંકર થઈ મોક્ષે જશે તે શ્રેણિક ચરિત્રથી આત્મજ્ઞાનનું અત્યંત મહત્ત્વ સમજાય છે. તે વિષે ઠાણાંગસૂત્રમાં ઉલ્લેખ છે.
તે કયારે બને? અનંતાનુબંધી છેદાય ત્યારે. તે માટે જ્ઞાની પ્રત્યે પૂર્ણ પ્રેમ જાગવો જોઈએ. તો જ અનંતાનુબંધી કષાય જઈને સમક્તિ પ્રગટે છે.
३४