________________
ભગવાનના ચરણનું શરણ લે, મરણ સુધી છોડે નહીં તો સમાધિમરણ થાય. “એક વાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.” સાચા પુરુષનું શરણ લીધું તો કંઈ ચિંતા રહે નહીં. “મોટાને ઉત્સંગ બેઠાને શી ચિંતા?” એટલે શરણભાવ કરી સમાધિમરણની ભાવના કરી લેવી જોઈએ. પછી ગમે તેવા વ્યાધિ, સંકટ આવે પણ ધીરજ ન છોડે. મોટાના શરણથી નિર્બળ પણ બળવાન થાય છે. સત્પુરુષનું શરણ છેક કેવળજ્ઞાન થતાં સુધી ખપનું છે, તેથી ભવોભવ ન જાય તેવું દૃઢ થવું જોઈએ. પણ હજુ તે શરણભાવ આવ્યો નથી.
અચિંત્ય તુજ માહાત્મ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ! ૬
હું આવો પામર છું ને હે પ્રભુ! તમારી શક્તિ ને પ્રભાવ તો અલૌકિક છે. ત્રણે કાળમાં દુર્લભ એવા સદ્ગુરુની પ્રાપ્તિ થઈ છે તેનો વિચાર આવતાં ઉલ્લાસ થઈ આવવો જોઈએ. સત્પુરુષ મળ્યા તો સંસારરૂપી વન પાર કરવા ચોખ્ખો ધોરી રસ્તો મળ્યો તેથી મુમુક્ષુને
૪૧