________________
આત્માર્થે તો કરવું જ. આત્માનો જ વેપાર-સત્સંગ. આ સંસાર જેવું ખોટું કોઈ નથી. આખું જગત ત્રિવિધ તાપથી બળે છે. સુખ કયાં છે? બધાં તોફાન છે, મહા દુ:ખરૂપ છે. અમે તો બીજું કંઈ કહેતા નથી. આત્માની વધારે સંભાળ રાખજો. આત્માની કાળજી સમાગમ, પરિચય કરો. છ પદ'નો પત્ર વીસ દોહા વગેરે ભણજો. કોઈ સાથે આવશે નહિ. મારો આત્મા જ કામનો, તે એકલો જ કામનો છે. આત્માર્થે કર્યું, તે હિતાર્થે કર્યું, તેજ લેખામાં. માટે આત્માનો સત્સંગ કરવો ઘટે. (પાના નં. ૪૮૦)