Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 36
________________ જિનવર કહે છે જ્ઞાન તેને... | (હરિગીત). જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યાં વિશેષ, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. ૧ - જિનેશ્વર સમ્યકજ્ઞાન કોને કહે છે તે હે સર્વ ભવ્યજનો! તમે સાંભળો. નવ પૂર્વ ભણ્યો હોય પણ પોતાના આત્માનું દર્શન ન થયું, આત્માને ઓળખ્યો, જાણ્યો નહીં, તો સમદર્શન વગર જ્ઞાન તે કુજ્ઞાન છે તેથી તેને અજ્ઞાન ગણવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એ પૂર્વ એટલે શાસ્ત્રો જીવને અધિકારી થવા માટે– જીવ પોતાના દોષો જાણી તેથી રહિત થાય તે માટે – કહ્યાં છે. એ જ તેનો વિશેષ હેતુ છે કે શાસ્ત્રજ્ઞાન દ્વારા જ્ઞાનીનાં વચન અંતરમાં ઉતારીને શુદ્ધ થવું. દોષો વર્ણવ્યા હોય તે પોતામાંથી કાઢવા ને ગુણ બતાવ્યા હોય તે પ્રગટાવવા. આ મારે માટે જ કહ્યું છે એમ માન્ય કરવું તેને ૨૮

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106