________________
વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તોપણ ગુણ કરે અને સાજો ખાય તો પણ ગુણ કરે. તેવી આ ઉધ્ધાર થવા માટે દવા છે.
ભક્તામર” વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે? (પાના નં. ૪૬૭)
અમને મળેલું આપીએ છીએ. વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, કોઈ દહાડો આ ભૂલશો નહિ. કરવાનું શું છે સમકિત, સમકિત. સમાધિમરણનું આ કારણ છે. કંઈ ન બને તો ભાવ રાખશો. ભાવથી શ્રદ્ધા થશે. માન્ય હોય તો ભાવ થાય છે. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી.
(પાના નં. ૪૬૯)