________________
તો કર્મની કોડ ખપે છે. (પાના નં. ૧૮૭).
વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ એ મહા મંત્ર છે! તાલપૂટ વિષ ઉતારે એવો મહા મંત્ર છે! જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય. આપણા બાપદાદા કરતાં આવ્યા છે તે કંઈ મૂકીએ? તો કે તેમાં ધૂળ પડી! કરવાનું છે તે કર્યું નથી. પુરુષ, સ્ત્રી એ કોણ છે? આત્મા છે. આત્મા પુરુષ, સ્ત્રી, ઢોર નથી; એ બધાં વળગણ છે. એ તો મૂકવાના છે. માત્ર એક આત્મા જ છે. આ ઠપકો નથી, પણ શિખામણ છે. વિસ દોહા અને ક્ષમાપનાનો પાઠ કરવા જેવા છે.
(પાના નં. ૨૫૪) તત્ત્વજ્ઞાન કાલે લાવજો. તેમાંથી અવસરે પાઠ કરવા જેવું થોડું બતાવીશું. નાહીને જેમ ચંડીપાઠ બોલે છે, તેમ ક્ષમાપનાનો પાઠ અને વીસ દુહા બતાવીશું તે દરરોજ ભણવા તથા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એનો જાપ કરવો. (પાના નં. ૨૯૭)
૨૧