Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 10
________________ પદાર્થોને અનેક શાસ્ત્રપાઠોના આધારે સમજાવ્યા છે. પ્રસ્તુત પુસ્તકમાં અમે પહેલા મૂળ ગ્રંથ અને વિકૃતિના આધારે પદાર્થસંગ્રહનું સંકલન કર્યું છે. આ પદાર્થસંગ્રહમાં પદાર્થોને સરળ, સંક્ષિપ્ત અને સચોટ રીતે સમજાવ્યા છે. આ પુસ્તકના માધ્યમે એ પદાર્થોનો શીધ્ર બોધ થાય છે. પદાર્થસંગ્રહમાં દરેક છત્રીશી નવા પાને શરૂ કરેલ છે. દરેક છત્રીશીમાં પહેલા સંક્ષેપમાં ૩૬ ગુણો બતાવી પછી તેમને વિગતવાર સમજાવ્યા છે. પુસ્તકની શરૂઆતમાં આપેલ વિસ્તૃત વિષયાનુક્રમમાંથી છત્રીશીઓના વિષયોનું સામાન્ય જ્ઞાન થશે. પદાર્થસંગ્રહના સંકલન પછી અમે મૂળગ્રંથ અને તેની વિવૃતિનું પણ સંકલન કર્યું છે. આ પુસ્તકના અભ્યાસ દ્વારા સહુ કોઈ ગુરુના ગુણોને જાણીને તેમના પ્રત્યે અપ્રતિમ બહુમાનવાળા થઈને શીધ્ર પોતાની મુક્તિને સાધે એ જ શુભેચ્છા. પરમ પૂજ્ય પરમગુરુદેવ કર્મસાહિત્યનિષ્ણાત આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, પરમ પૂજ્ય પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય ગુરુદેવ સમતાસાગર પન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજ – આ ગુરુત્રયીની અસીમ કૃપાના બળે જ આ પુસ્તકનું સંકલન-સંપાદન થયું છે. તે પૂજ્યોના ચરણોમાં અનંતશઃ વંદનાવલી. આ પુસ્તકમાં મતિમંદતા કે પ્રેસદોષના કારણે કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો તેની અમે ક્ષમા યાચીએ છીએ અને તેને સુધારવા બહુશ્રતોને વિનંતિ કરીએ છીએ. - પરમપૂજ્ય સમતાસાગર પન્યાસકવરથી પઘવિજયજી મહારાજનો મહા સુદ ૧૫, ચરણોપાસક વિ.સં. ૨૦૭૦, આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ સેરિસાતીર્થ.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258