________________
ગણધરવાદ પ્રથમ ગણધર - ઈન્દ્રભૂતિ
૨૧ બાંધે છે. ધર્મ આરાધના દ્વારા જીવ કર્મથી મુકાય છે. ઈત્યાદિ બંધ-મોક્ષ-સ્વર્ગ-નરક વગેરે ભાવોમાં તો નિર્ણય થાય જ ક્યાંથી ? સર્વત્ર સંશય જ સંશય રહેશે તથા સુખ-દુઃખ જ્ઞાનાદિ ગુણો પ્રત્યક્ષ અનુભવાતા હોવાથી આત્મા પણ પ્રત્યક્ષ છે. છતાં તેનો સંદેહ જ જો રહેતો હોય તો ઘટ-પટ આદિ સ્થૂલ પદાર્થો ચક્ષુર્ગોચર હોવા છતાં તે પણ સાચા ઘટપટ હશે કે ઝાંઝવાના જળની જેમ માત્ર કલ્પિત જ હશે. આમ સંદેહાત્મક રહેશે. સંદેહ વિનાનું કંઈ જ નહીં રહે. કારણ કે પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થનો જે અપલાપ કરે અથવા સંદેહાત્મક છે. આમ માને તેને સત્ય પદાર્થ કોઈ હોય જ કેમ ? સર્વત્ર સંદિગ્ધ જ રહે. તેને સંદેહ વિનાનું કંઈ રહેશે જ નહીં.
“આત્મા નામનો પદાર્થ છે” આમ માનો તો જ ખોટું કામ કરવાથી પાપ બંધાય, સારાં કામ કરવાથી પુણ્ય બંધાય, ધર્મ કરવાથી કર્મોનો ક્ષય થાય. સર્વ કર્મોનો ક્ષય થવાથી મુક્તિ થાય. પાપોદયથી દુઃખ આવે, પુણ્યોદયથી સુખ આવે, ઈત્યાદિ સઘળી વાતો ઘટી શકે. ઉપરોક્ત સર્વ ભાવોનો નિશ્ચય આત્માના અસ્તિત્વના નિશ્ચયને માનો તો જ સંભવે. તેના વિના સર્વ વસ્તુ સંદેહાત્મક જ બનશે અથવા કંઈ નથી જ એમ માનવું પડશે.
“ગદં-મર્દ = હું-હું” આવું જે અંદરથી બોલે છે તે જ આત્મા છે. આવી રીતે મર્દ ના પ્રત્યક્ષથી ગ્રાહ્ય એવા અને પ્રત્યક્ષપ્રમાણથી સિદ્ધ થતા એવા આત્માના અસ્તિત્વને છુપાવતાં (એટલે કે આત્માના અસ્તિત્વને નહીં માનતાં) નીચે જણાવ્યા પ્રમાણે ઘણા દોષો આવે છે. તે આ પ્રમાણે -
(૧) શબ્દ એ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. આ વાત આબાલ-ગોપાલ પ્રસિદ્ધ છે. છતાં “શબ્દઃ શ્રાવUT:” શબ્દ એ શ્રોત્રેન્દ્રિયનો વિષય નથી આવું બોલવું તે પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. તેથી પ્રત્યક્ષવિરુદ્ધ એવો પક્ષાભાસ નામનો દોષ લાગે. તેવી રીતે હું-હું શબ્દથી પ્રત્યક્ષ જણાતા આત્માને છુપાવીને “હું નથી” અર્થાત્ આત્મા નથી આમ માનવું તે ન્યાયની ભાષામાં પ્રત્યક્ષવિરુદ્ધ એ નામનો પક્ષાભાસ દોષ લાગે છે અથવા “વહ્નિ શીતળ છે” આમ બોલવું તે જેમ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે તેમ “હું નથી” આમ બોલવું. તે પણ પ્રત્યક્ષથી વિરુદ્ધ છે. આ પ્રથમ દોષ કહ્યો.
(૨) તથા “શબ્દઃ નિત્ય: શ્રાવપત્વિી રદ્ધર્વવત્'' આવું કોઈ અનુમાન કરે. તેનો અર્થ એ છે કે “શબ્દ એ શ્રોત્રેન્દ્રિયગોચર હોવાથી શબ્દત જાતિની જેમ નિત્ય છે” તો આ અનુમાન પણ તેના વિરોધી બીજા અનુમાન વડે ખંડિત થતું હોવાથી અનુમાનવિરુદ્ધ (સત્યતિપક્ષહેત્વાભાસ = પ્રકરણસમહત્વાભાસ) કહેવાય છે. “શઃ નિત્ય: કૃત્રિમત્વત્