Book Title: Ek Rat Anek Vat Author(s): Bhadraguptasuri Publisher: Mahavir Jain Aradhana Kendra Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પ્રવેશ કરે રાજગૃહ નગરના ગુણશીલ ચૈિત્યમાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા. દેવોએ વિશાળ સુશોભિત સમવસરણ રચ્યું હતું. સમવસરણમાં બેસીને ભગવંત ધર્મદિશના આપતા હતા. સમવસરણમાં દેશના સાંભળવા દેવો આવ્યા હતા, મનુષ્યો આવ્યા હતા, પશુ અને પક્ષી આવ્યાં હતાં. ભગવંત અર્ધમાગધી ભાષામાં દેશના આપતા હતા, પરંતુ સાંભળનારાં સહુ પોતપોતાની ભાષામાં સમજતાં હતાં. દેશનાનો પવિત્ર પ્રવાહ અનવરત વહી રહ્યો હતો. ત્યાં એક તેજસ્વી દેવ આવ્યો, તેણે ભગવંતને ભાવપૂર્વક વંદના કરી. તે હર્ષવિભોર બનીને યોગ્ય સ્થાને બેસી ગયો. દેશના પૂર્ણ થઈ, ત્યાં મગધસમ્રાટ શ્રેણિકે ઊભા થઈ, ભગવંતને વંદના કરી પ્રશ્ન પૂછ્યો : હે કરુણાનિધિ, આ ભરતક્ષેત્રમાં અંતિમ કેવળજ્ઞાની કોણ હશે?' ભગવંતે કહ્યું : શ્રેણિક, હમણાં જ જે દેવે આવીને મને વંદના કરી, હર્ષવિભોર બનીને બેઠો છે, તે વિદ્યુમ્ભાલી દેવ આ ભરતક્ષેત્રમાં અંતિમ કેવળજ્ઞાની બનશે!” સમવસરણામાં બેઠેલાં સહુએ વિદ્યુમ્નાલી સામે જોયું. વિદ્યુનાલીએ બે હાથ મસ્તકે લગાડી, પ્રભુને નમન કર્યું. ભગવંતે કહ્યું : “શ્રેણિક, આ દેવનું સાત દિવસનું આયુષ્ય બાકી છે. આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકથી તેનું ચ્યવન થશે. તેની સાથે તેની ચાર દેવીઓનું આયુષ્ય પણ પૂર્ણ થશે. તે પાંચેય તારા આ રાજગૃહ નગરમાં જન્મ લેશે!” “પ્રભો! રાજગૃહ નગર ધન્ય બની જશે!' હા, શ્રેણિક! ચરમશરીરી આત્માઓથી તે તે નગર અને તે તે કુલ ધન્ય બને છે. આ નગરના શ્રેષ્ઠી ઋષભદત્તના ઘરમાં વિદ્યુમ્માલી દેવ પુત્રરૂપે જનમશે. તેનું નામ “જંબૂકુમાર' રાખવામાં આવશે, તે અંતિમ કેવળજ્ઞાની બનીને મોક્ષમાં જશે.” ભગવંતની વાત સાંભળીને, સમવસરણમાં બેઠેલો એક દેવ ઊભો થઈને નાચવા લાગ્યો...! સમવસરણમાં બેઠેલા દેવો અને મનુષ્યો આશ્ચર્યથી એ દેવને જોઈ રહ્યા. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 218