Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• આ અમૃત છે. લો, ચાખો •
द्वात्रिंशिका
પવિત્રતાથી અને શ્રદ્ધાથી પુષ્પાદિ ચઢાવી દેવોની (પ્રભુની) ભક્તિ કરવી તે દેવપૂજન કહેવાય. (ગાથા.૬) પૂર્વસેવાના ત્રીજા ઘટક સ્વરૂપ સદાચારના (૧) દાન, (૨) સુદાક્ષિણ્ય, (૩) દયાળુતા, (૪) દીનોદ્વાર, (૫) કૃતજ્ઞતા વગેરે ૧૯ પ્રકાર છે. (ગાથા.૧૩)
પૂર્વસેવામાં ચોથું ઘટક છે : તપ. ગ્રંથકારશ્રી કહે છે કે ચાન્દ્રાયણ તપ વગેરે લૌકિક તપ પણ આદિધાર્મિક (= અપુનર્બંધક) જીવ માટે ઉત્તમ આરાધના બની શકે છે.
પૂર્વસેવાનું પાંચમું ચરણ છે ઃ મુક્તિ-અદ્વેષ. મુક્તિ-અદ્વેષ અને મુક્તિરાગ એ બે અલગ અલગ છે. મુક્તિરાગ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવી તર-તમતાવાળો છે. જ્યારે મુક્તિઅદ્વેષ બધા જીવોમાં એક સરખો જ મનાયેલ છે. આમ સ્વરૂપ અને ફળની ષ્ટિએ તેમાં ભેદ સિદ્ધ કરીને પૂજ્યશ્રીજીએ ૧૨મી બત્રીસી પૂર્ણ કરેલી છે. (ગાથા.૧૮-૨૧)
24
* (૧૩) મુક્તિ-અદ્વેષપ્રાધાન્ય બત્રીસી : ટૂંકસાર
બારમી બત્રીસીમાં પૂર્વસેવાનું નિરૂપણ કર્યા બાદ ‘પૂર્વસેવામાં મુક્તિદ્વેષ અત્યંત મહત્ત્વનું ચાલકબળ છે.' એ વાત ગ્રંથકારશ્રીએ ૧૩મી બત્રીસીમાં વિસ્તારથી કરેલ છે. ૧૩મી બત્રીસીમાં મુક્તિઅદ્વેષની પૂર્વસેવામાં મુખ્યતા બતાવવાની સાથે વિષાદિ પાંચ પ્રકારના અનુષ્ઠાન, અભવ્યમાં મુક્તિઅદ્વેષ હોય કે નહિ ? ઇત્યાદિ બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ છે. ♦ મૌલિક વિચાર-બિંદુઓ
• ભોગતૃષ્ણાનો અંતરમાં સળગતો દાવાનળ મોક્ષસાધનાને સળગાવી નાખે છે. માટે મોક્ષસાધનાને ટકાવવામાં, સફળ કરવામાં ભોગતૃષ્ણાનો વિરોધી એવો મુક્તિદ્વેષ મહત્ત્વનો ભાગ ભજવે છે. (ગાથા.૧)
·
•
વિષ, ગર, અનનુષ્ઠાન, તદ્ભુતુ અને અમૃત-આ પાંચ અનુષ્ઠાનોમાં પ્રથમના બેમાં આસક્તિ છે, જ્યારે ત્રીજામાં અજ્ઞાનતા છે. તેથી તે અનુષ્ઠાનો ફળવાન બની શકતા નથી. પરંતુ છેલ્લા બે અનુષ્ઠાનો સફળ છે. કારણ કે તેમાં જ્ઞાન સાથે ભાવોની શુદ્ધિ છે. (ગાથા.૯) મુક્તિઅદ્વેષથી સાધક નિર્ભય બને છે, ધર્મક્રિયાના આસ્વાદને માણે છે, શ્રદ્ધા વધે છે ને માનસિક પ્રસન્નતા પણ વધતી જાય છે. તેનાથી વીર્યોલ્લાસ વધે છે ને તેનાથી સ્મૃતિ પટુ બને છે. તેનાથી સમાધાન પામેલું મન વધુને વધુ સ્થિર બને છે અને આ રીતે મુક્તિઅદ્વેષથી શરૂ થયેલી આધ્યાત્મિક યાત્રા ૫૨માનંદમાં પરિપૂર્ણ બને છે. માટે આ બત્રીસીનું નામ છે મુક્તિઅદ્વેષપ્રાધાન્ય બત્રીસી. (૧૪) અપુનબંધક-બત્રીસી : ટૂંકસાર
ચૌદમી બત્રીસીમાં ધર્માધિકારી તરીકે અપુનર્બંધકનું વિસ્તારથી નિરૂપણ ગ્રંથકારશ્રીએ કરેલ છે. • અગત્યની બાબતો –
અપુનર્બંધક જીવ ધર્મનો અધિકારી છે. ભવાભિનંદીના દોષો રવાના થતાં સુદ (= શુક્લ) પક્ષના ચંદ્રની જેમ પ્રાયઃ વધતા ગુણવાળો જીવ અપુનર્બંધક કહેવાય છે. (ગાથા.૧)
♦ અપુનર્બંધક જીવનો પરિણામ આંશિક રીતે મોક્ષને અનુકૂળ હોય છે. ગુરુસેવા વગેરે કરવા પાછળ તેના અંતઃકરણમાં મુખ્યતયા આત્મકલ્યાણનો આશય હોય છે. તેથી તેની પૂર્વસેવા વાસ્તવિક જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org