Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 12
________________ આમ ધોવાણ થવું તેને અર્થ શો થાય તે જરા સમજી લેવા જેવાં છે. એ ઉપરી-તળની એક સેન્ટીમિટર જેટલી જમીન તૈયાર કરતાં કુદરતને પાંચ કરતાં વધારે વર્ષ લાગે છે; પરંતુ તેટલી જમીન ધોવાઈ જતાં એક કલાકથી પણ ઓછો સમય લાગે છે! આપણી જમીનને આપણે આવો દુરુપયોગ કરીએ છીએ. આપણે આપણી જમીનના ધોવાણને અટકાવવા કંઈ જ કરતા નથી; ઊલટું જમીનના કવચરૂપ જંગલોને સતત અને બેફામ નાશ જ કર્યા કરીએ છીએ. એક બાજુ આપણે આપણી જમીનનાં પોષક તત્ત્વો ઘસડાઈ જવા દઈએ છીએ, અને બીજી બાજુ રાસાયણિક ખાતર બનાવનારાં રાક્ષસી કદનાં કારખાનાં ઊભાં કરીને એ જ પિષક તત્ત્વોના કંગાળ અજરૂપ રસાયણોનું ઉત્પાદન કરવા કરોડો રૂપિયા ખર્ચીએ છીએ. એ રાસાયણિક ખાતરો આપણી ધરતીની કેવી બરબાદી કરી રહ્યાં છે, તે સમજવા જેવું છે. એ રાસાયણિક ખાતરોથી પેદા થત પાક એવો નિર્માલ્ય હોય છે કે તેના ઉપર વારંવાર ઝેરી છાંટણાં છાંટીને તેના ઉપર થતાં જીવ-જંતુઓને માર્યા કરવાં પડે છે. પણ એ ઝેરી છાંટણાં, જમીનની અંદરનાં, પણ પાકને માટે ઉપયોગી એવાં જીવાણુ નોય નાશ કરી નાખે છે. આપણા દેશની ધરતીમાં અસંખ્ય જીવાણુઓ છે– એક ગ્રામ જમીનમાં લગભગ ત્રણ અબજ – જેઓ જમીનની ફળદ્રુપતા અને જમીનનું બંધારણ મહદશે જાળવી રાખીને તેને સ્વસ્થ રાખે છે. અળશિયોને જ દાખલો લો – ઉષ્ણકટિબંધવાળી પરિસ્થિતિ તેઓને અત્યંત માફક આવે છે. તેઓ કુદરતનાં ખાતર ઉત્પન્ન કરનારાં કારખાનાં, રાસાયણિકો અને ખેડૂતો – એ બધું જ છે! તે જ પ્રમાણે જમીનમાં રહેલાં નાઈટ્રોજન પેદા કરનારાં બૅટિરિયા એવું નાઈટ્રોજન પેદા કરે છે કે જે છોડવાઓ તરત જ - તત્પરતાથીઆત્મસાત કરી શકે છે. પ્રયોગો ઉપરથી સાબિત થયું છે કે, ખેતીવાડી હેઠળની એક હેક્ટર જમીનમાં એક વર્ષે ૫૦૦ કિલોગ્રામ નાઈટ્રોજન પેદા થાય છે. કમનસીબે આપણે આપણી એ મૂડીને જાણે નાશ કરવા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 130