Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 11
________________ ૧૦ આલ્બર્ટ હાવર્ડ ઉચ્ચારેલી ચેતવણી બને તેટવાને કાને પડે એવું કરવાના આશયથી તૈયાર કરેલું આ પુસ્તક કસમયનું હરગિજ નથી. કુદરતી બક્ષિસેની રીતે જોઈએ તે ભારત સૌથી વધુ સમૃદ્ધ દેશે મને એક છે. છતાં કરુણતા એવી છે કે, એ દેશની વસ્તીને દરેક બીજે માણસ ગરીબીની રેખાની હેઠળ જીવે છે. અને ગરીબીની રેખા હેઠળ જીવવું એટલે માનવજીવનની કેવી નિષ્ફળતા, કેવી વ્યર્થતા, કેવી કરુણતા ! અને તેવા માનવજીવનની ગુણવત્તા પણ ઉત્તરોત્તર ઘટતી જ જય. કોઈ પણ પ્રજાની સંપત્તિ તેના લોકો, તેની જમીન અને તેના પાણીના પુરવઠા ઉપરથી – તે જ ક્રમમાં – આંકી શકાય. તો પ્રથમ ભારતમાં આપણે આપણી જમીન અને પાણીની સંપત્તિની શી વલે કરી મૂકી છે, તે તપાસીએ. માસામાં સાબરમતી નદીના પાણીને રંગ કૉફી જેવો કેમ થઈ જાય છે વારુ? અરે, એ તે આપણે રોજિંદો રોટલો જ તે ગટરમાં તણાઈ જાય છે! આ બધી જમીન અને કાંપ પણ ઘસડાઈને ક્યાં જાય છે? તે આપણા નદી ઉપરના બંધો અને જળાગારોને પૂરી કાઢવા માટે જાય છે! નિષ્ણાતોએ ગણતરી કરી છે કે, આપણા ઘણા બંધોને આવરદા એવા વધતા જતા પૂરણને કારણે, અર્ધા કરતાં પણ ઓછો થઈ ગયો છે; અને કેટલાક કિસ્સાઓમાં તે તે એક-તૃતીયાંશ જેટલો જ બની રહ્યો છે! આ બધા બંધો બાંધવા પાછળ આપણે દશ હજાર કરોડ રૂપિયા જેટલું મૂડી રોકાણ કર્યું છે, અને તે હવે ઉપર જણાવેલા કારણે મહદશે નકામું અથત અનુત્પાદક બની રહ્યું છે. આપણી નદીઓ પણ કાંપથી ભરાઈને છીછરી બનતી જાય છે, અને પરિણામે તેમની પાણી વહન કરવાની શક્તિ ઘટતી જાય છે. અત્યારે તે એવી સ્થિતિ આવીને ઊભી રહી છે કે, સામાન્ય વરસાદથી પણ નદીમાં પૂર ચડી આવે છે !! પણ જમીનની ફળદ્રુપ ઉપરી-તળનું

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 130