Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 66
________________ જમીનના રોગો ૧. ધેવાણુને રેગ અતીની કોઈ પણ પદ્ધતિની સફળતાનો કયાસ કાઢવો હોય, તો તેની એક સાદી રીત એ છે કે, જુદા જુદા રોગોને સામને તે કેટલે અંશે કરી શકે છે, તે તપાસવું. જેમકે, (૧) ખેડાણ જમીનને બરબાદ કરતા બે સામાન્ય રોગ – ધોવાણ અને ખાર જામવો તે જમીનને લાગુ ન પડતા હોય; (૨) એ જમીનમાં ઊગતા પાકે જંતુ, ફૂગ અને બીજા ચેપી રોગે લઈ આવતાં અતિસૂક્ષ્મ જંતુને યથોચિત સામનો કરી શકતા હોય; (૩) તે જમીન ઉપર રહેનારાં અને જીવનારાં ઢોરઢાંખની વંશવૃદ્ધિ નિયમસર થતી રહેતી હોય અને તે પોતે તંદુરસ્ત રહેતાં હોય; તથા (૪) તે જમીનનો પાક ખાઇને જીવનાર લોકો તથા ઢોર-ઢાંખ શક્તિમાન, ખૂબ સંતાનોત્પાદક તથા માનવજાત જેમનાથી પીડાય છે એ અનેક રોગોથી મોટે ભાગે મુક્ત રહેતાં હોય, – તો એ ખેતીની પદ્ધતિ સફળ છે એમ કહી શકાય. ખેતીની આધુનિક પદ્ધતિઓ ખાસ કરીને જ્યાં અપનાવવામાં આવી છે, ત્યાં આ ચારે રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તે ભાગોમાં એક યા બીજા પ્રકારની બીમારી એ જ સામાન્ય પરિસ્થિતિ હોય છે; અને તરવરતી તંદુરસતી એ તે અપવાદ ! ૧. મૂળ Alkali – અકલી – પાણીમાં ઓગળી જતો ખાર (જે તેજ બને મારી નાખે છે). ૨. મૂળ Virus – વાઇરસ – ચેપી રોગનું ઝેર અથવા રોગનો ચેપ લઈ જનાર અતિ સૂક્ષ્મ જંતું. ધ૮ – ૪

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130