Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 104
________________ જમીનની ફળદ્રુપતા અને માનવ આરેગ્ય ૯૭ એક નોંધપાત્ર દાખલા સેંટ માર્ટિન સ્કૂલ, સિગ્માઉથના છે. તે બાર્ડિંગ-સ્કૂલને એક એકર જમીન હતી. ભાગ્યવશાત્ તેના માળી સેંદ્રિય ખાતરોના જ હિમાયતી હતા. તે કોઈ જાતનું કૃત્રિમ ખાતર વાપરતા નહિ. તે એ જમીનમાં દર વર્ષે દશ બાર ટન સેંદ્રિય ખાતર ભરતા, અને શાક-ભાજી ફળ વગેરે ઉગાડતા. સ્કૂલના વિદ્યાર્થીઓને તે જ ભોજનમાં પીરસાતાં. પરિણામે, પંદર વર્ષના ગાળામાં આસપાસ કેટલાય રોગચાળા ફાટી નીકળવા છતાં આ સ્કૂલના છેાકરાઓને કશે રોગ લાગુ પડયો નહિ. ઊલટું નબળા બાંધાના માંદલા જેવા જે છાકરા સ્કૂલમાં દાખલ થતા, તે પણ પછી પઠ્ઠા નવજવાન બની જતા. નિશાળની એ અપૂર્વ સિદ્ધિ ત્યાંની ફળદ્રુપ જમીનમાં ઉગાડાતાં શાક-ભાજીને આભારી હતી. તેના વિદ્યાર્થીઓ આત્મ-વિશ્વાસની બાબતમાં તથા સ્વાશ્રયની બાબતમાં પણ આગળ પડતા હતા. રેવ૦ ડબલ્યુ. એસ. ઍરી, જે આ અહેવાલ આપે છે, તે અંતે જણાવે છે કે, ૯ થી ૧૪ વર્ષ દરમ્યાનના નાજુક સમય દરમ્યાન જે ખારાક છેકરાંને આપવામાં આવે, તેના ઉપર તેમના ભાવી આરોગ્ય, તાકાત અને આત્મવિશ્વાસના આધાર રહે છે, એવી મને ખાતરી થઈ ગઈ છે. ચેશાયરમાં આવેલા વિન્સફર્ડમાં કે-ઓપરેટિવ હાલસેલ સેાસાયટીનું એક કારખાનું છે. તે જ્યાં આવેલું છે તે પ્રદેશ, પહેલાં પડતર પડી રહેલા હતા. તેમાં કૉમ્પાસ્ટ અને બીજા સેંદ્રિય ખાતરો પૂરીને તેને હવે એક ફળદ્રુપ બગીચામાં ફેરવી નાખવામાં આવ્યો છે. એ કારખાનાના મજૂરોને કેન્ટિનમાં એ બગીચામાં ઊગેલાં શાક-ભાજી, બટાટા વગેરે આપવામાં આવે છે. બટાટા છાલ સાથે જ બાફી નાખવામાં આવે છે. ખાતી વખતે પણ એ છાલ કાઢી નાખવામાં આવતી નથી. રોટી પણ દળેલા આખા-ઘઉંની જ બનાવવામાં આવે છે. પરિણામે એ કારખાનાના મજૂરોનું આરોગ્ય, કાર્યક્ષમતા અને સ્વાસ્થ્ય તદ્ન સુધરી ગયાં છે. કામકાજનું પ્રમાણ પણ વધી ગયું છે. ગેરહાજરી નહીંવત્ છે. આ બધું એ કારખાનાના મૅનેજરની સમજબૂઝને આભારી છે. કારખાના

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130