Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 116
________________ ખાતરને પ્રશ્ન ત્યાર બાદ તે જમીન ઉપર પૂરતા પ્રમાણમાં ઢોર-ઢાંખ છૂટાં મૂકવાં. તેમને સારું અને ખરાબ બંને જાતનું ઘાસ નીરવું. સારું ઘાસ તેમને ખાવા માટે, અને ખરાબ ઘાસ ઉપર તે છાણ-મૂત્ર કરે અને પગ નીચે રોળ્યા કરે તે માટે. એ ખેતરને એક વર્ષ બિલકુલ વાસેલ રાખવું. થોડા સમય બાદ તેમાં ઊંડાં મૂળવાળા છોડ વાવવા અને તે મોટા થાય એટલે તેમને ખેડી નાખીને જમીન ભેગા જ કરી દેવા. આટલું કર્યા પછી કેટલાંક વર્ષ બાદ એ જમીનમાં ખેતી શરૂ કરવી. આમ આંતર-જમીનને તોડી નાખવાની રીતથી જમીનમાં હવા ઊંડી જવા લાગતાં ધૂમસનું ઉત્પાદન ફરી પાછું બરાબર શરૂ થઈ જાય છે. ઉપરાંત બીજી રીત એ છે કે, હ્યુમસ-ભરપૂર ટુકડામાં નાનાં ઝાડ ઉગાડી, પછી તેમને ઉપાડીને બગડી ગયેલી જમીનમાં વાવી દેવાં. કેટલાંક વરસ આ જમીન ઉપર ખેતી ન થાય; પરંતુ તેને બદલે વાવેલાં ઝાડનાં લાકડાંની ઊપજથી તથા પછીથી જમીન નવ-સાધ્ય થઈ ફળકપ બનવાથી મળી રહે છે. આમ, નવાં જંગલે ઊભાં કરવાના કાર્યક્રમમાં બગડી ગયેલી જમીન ઉપર ઝાડ વાવવાની વાતને પણ સામેલ કરી લેવી જોઈએ. છાણ સંઘરવાના ઉકરડામાં સુધારે આંતર-જમીનને ઉથલાવવાથી ખાતર અંગેનો ખનિજ દ્રવ્યો પૂરતો પ્રશ્ન હલ થાય છે; પરંતુ નાઇટ્રોજનના પ્રશ્નને હલ કરવો હોય, તે ઉપરાંતમાં છાણના ઉકરડાનો સુધાર તથા શીટ-કૉમ્પોસ્ટિગની રીતે અપનાવવી પડે. ધરતી એ જ જીવંત વસ્તુ હોય, તો પછી છાણને ઉકરડો બહુ તીવ્રપણે જીવંત વસ્તુ હોવી જોઈએ. કૉમ્પોસ્ટ તે સૂક્ષ્મ જંતુઓ અને ફૂગ જેવી જીવંત વસ્તુઓથી ખદબદતું જ હોય છે. બધા ખેડૂત પિતાનું ખાતર બરાબર માટી જેવું થઈ ગયેલું હોય એ પસંદ કરે છે. ઊનું ઊનું એટલે કે તાજું જ છાણ-ખાતર ઘસાઈ

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130