Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 126
________________ કોપેસ્ટ તૈયાર કરવાની ઈદેર પદ્ધતિની ટીકા ૧૦૯ પણ આ બધો વગાડંબર મુરખ લોકોને વધુ મૂરખ બનાવવા જે ઘાટ છે. “કુદરત પાજી છે” એમ કહેવા કરતાં તે “કુદરત ઉડાઉ છે” એમ કહેવું જોઈએ. એક ઝાડનાં બિયાંમાંથી કોઈ ને કોઈ જમીનમાં પડીને જામે, તે માટે તે કેટલાં બધાં બિયાંને ઉતાર સરજે છે? જોઈએ તે કરતાં કંઈક વધુની જોગવાઈ થાય ત્યાર પછી જ તે પિતાની પ્રક્રિયા અમલમાં મુકે છે. જમીન પાકને જોઈતાં પોષક તત્વો પૂરી પાડતી નથી એ કહેતી વખતે એ તપાસવું જોઈએ કે, એ જમીન મૂળ તો જંગલથી છવાયેલી હતી અને તે વખતે તેની ઉપર અને નીચે ફળદુપતાના ભંડાર ભરેલા હતા. માણસે જંગલો સાફ કરી નાખી, એ જમીનના અફાટ ભંડારોને, પાછું વળતર આપવાના નિયમની અવગણના કર્યા કરીને ચૂસી ખાધા; અને જમીનને કંગાળ, નિર્માલ્ય બનાવી દીધી. ત્યાર પછી તેને એમ કહેવાનું છે હક છે કે, કુદરત “પાજી’ છે, “કંજૂસ’ છે? ઊલટું કુદરત એમ સામો આક્ષેપ કરી શકે છે કે, ભવિષ્યની પેઢીઓનો પણ જેના ઉપર હક છે એવી જમીનની ફળદ્રુપતા વેડફી મારનારા બાળ-હત્યારાઓ, તમને પૃથ્વી ઉપર ટકી રહેવાનો શો હક છે? અને રાસાયણિક ખાતરો જમીનને જોઈતાં પોષક દ્રવ્યો બહારથી ઉમેરી આપે છે, એ દલીલમાં પણ કશું તથ્ય નથી. કારણકે કુદરતી રીતે મળતું ધૂમસ એ છોડ માટે આવશ્યક એવો ખોરાક છે; ત્યારે રાસાયણિક ખાતરો તો ટૉનિક જેવાં ઉત્તેજક દ્રવ્યો છે. તે ખેરાક નથી. છોડને સીધાં એવાં ઉત્તેજક દ્રવ્યો આપીને કુદરતના મૂળભૂત ચક્રને તોડવું એ કેવું ખતરનાક છે, એ તે હજુ જવાની – સાબિત થવાની વાત છે. વરસોવરસ એવાં કૃત્રિમ ઉત્તેજક દ્રવ્યો ઉપર જ નભનારી જમીન છેવટે ક્ષયરોગનો ભોગ બન્યા વિના ન જ રહે. ઉપરાંત, ખોરાક જેવી વસ્તુને જથા કરતાં ગુણવત્તાના ધોરણે કરવી જોઈએ. કૃત્રિમ ખાતરથી તૈયાર થતા પાકને જે પ્રમાણમાં જીવજંતુઓના હુમલામાંથી બચાવવા ઉપરથી ઝેરી છાંટણાં છાંટવાની જરૂર પડે છે, તે ઉપરથી ચેપ્યું

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130