Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 114
________________ ખાતરને પ્રશ્ન પડતર રાખીએ, તે થોડા જ વખતમાં જંગલ આવીને પાછું પોતાનું સ્થાન તેના ઉપર જમાવી દે છે. જમીનની ફળદ્રુપતા ફરી સાધ્ય કરવાની કુદરતની એ જગજાની પદ્ધતિ છે. વૃક્ષો અને એની નીચે ઊગતાં ઝંડાં-ઝાંખરાં ઝટપટ હ્યુમસના ભંડારો એકઠા કરવા માંડે છે, વૃક્ષનાં મૂળિયાં આંતર-જમીનને બધી દિશાઓમાં ભેદીને ફૉસ્ફસ, પોટાશ અને બીજાં અલ્પ પ્રમાણમાં મળતાં ખનિજ તો માટે ખળાખેળ કરી મૂકે છે, તેમને તેઓ ચૂસીને પોતાનાં પાંદડાંમાં તેમનું સેન્દ્રિય રૂપાંતર સાધે છે અને પછી એ પાંદડાં જમીન ઉપર ગરી પડે છે, ત્યારે તેમનું જમીનમાંની જંતુઓની વસ્તીને ખાવા માટે ઘૂમસમાં રૂપાંતર થાય છે. વૃક્ષનાં મૂળિયાં, ઉપરાંતમાં, આંતર-જમીનને તેડી આપીને પવન અને પાણીને અંદર ઊતરવા માટે માર્ગ પણ કરી આપે છે; તેમજ સેંદ્રિય પદાર્થોને પુરવઠો પણ ઉમેરી આપે છે. આ પ્રમાણે વૃક્ષનાં મૂળિયાં આંતર-જમીનની સ્થિતિ સુધારે છે; છિદ્રાળુતા ફરી ઊભી કરી આપે છે, અને તેટલું જ અગત્યનું છે એ કે, આંતર-જમીન અને ઉપરના પડ વચ્ચે ખનિજ દ્રવ્યોનું અભિસરણ સાધી આપે છે. જંગલો પિતાની પાછળ કેવી ફળદ્રુપ જમીન મૂકતાં જાય છે, એ દરેક જણ જાણે છે. તેનું એક કારણ એ છે કે, એ જમીનમાં ખનિજ દ્રવ્યોની ઊણપ હોતી નથી. કોંસ્ટેટસ વગેરે ખનિજ દ્રવ્યોનું મૂળ જમીન હેઠળના પ્રાથમિક કે જવાળામુખીએ સરજેલા ખડકો છે. તે ખડકોમાં “પટાઇટ' ના રૂપમાં પુષ્કળ ફૉફેટ હોય છે. આ પ્રાથમિક ખડકોના ઘસારામાંથી જ વરસાદના પાણીમાં ધોવાઈને સમુદ્રમાં જઈને ઠરતા ઠારમાંથી સેડિમેન્ટરી ૧ ખડકો ઊભા થાય છે. એ બંને જાતના ખડકો ઉપર ૧. પૃથ્વીની ઉપર દેખાતા મોટા- ઊંચા પતે પ્રથમ દરિયાને તળિયે ઠરતા કાંપ ઉપર હર વખત વધતા જતા દબાણથી બનેલા છે. પછી ધરતીકંપ થતાં એ ભાગ ઊંચો આવી જાય છે અને નક્કર પર્વત રૂપે સ્થિર થાય છે. - સંપા ધ૦ – ૭

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130