________________
ખાતરને પ્રશ્ન
૯૫
(૧) પ્રથમ તે, ખુલ્લા રહેતા તથા જમીનમાં દબાઈ રહેતા ખડકો ઉપર પાણી અને પવનથી જે ઘસારાની પ્રક્રિયા ચાલે છે, અને જેનાથી નવી જમીન બનતી રહે છે તથા બદલાતી રહે છે, તે પ્રક્રિયાની નોંધ લેવી ઘટે. આ પ્રક્રિયા ચાલુ ન રહે, તે જમીનમાં ખનિજ તત્ત્વોના પુરવઠાની સ્થિતિ કરૂણ બની જાય.
(૨) બીજું, વૃક્ષો એ નવી બનતી આંતર-જમીનમાંથી ખનિજ તો પોતાનાં મૂળ દ્વારા ખેંચીને પચાવે છે અને પછી પોતાનાં ખરી જતાં પાંદડાં મારફતે તે ખનિજ તત્વોને સેંદ્રિય રૂપે ધરતીના પડ ઉપર પાથરી દે છે. એ રીતે તથા અળસિયાંની કામગીરી દ્વારા આંતરજમીનમાંના ઘટકો ઉપરના પડમાં સતત ઉમેરાતાં રહે છે.
(૩) ત્રીજું, વૃક્ષ, ઘાસ અને બીજી વનસ્પતિ સૂર્યની શક્તિને ગ્રહણ કરી ઉપયોગમાં લે છે અને પછી સેંદ્રિય અવશેષ રૂપે બહોળા પ્રમાણમાં જમીનના ઉપરના પડને ફળદ્રુપ બનાવે છે
(૪) ચોથું, જીવતાં ઢોર ઢાંખનાં મળ-મૂત્ર તથા તે મરી જાય ત્યારે તેમનાં મૃત શરીરો માટીમાં ભળી જઈને જે સેંદ્રિય ખાતર બને છે, તે બધું જમીનના પડ ઉપર પથરાતું રહે છે.
(૫) છેવટે, ફળદ્રુપતાનાં આ બધા ઘટકો ઉપર ભેજ અને હવાની પ્રક્રિયા થઈને તેમનું મિશ્રણ થાય છે અને પછી લખે સૂક્ષ્મ ફૂગ અને બેંકટીરિયા દ્વારા તથા નાના અને કરોડરજજુ વિનાનાં જંતુઓ દ્વારા તેમનું પ્રાણીજ, ભૌતિક તથા રાસાયણિક રૂપાંતર સધાય છે.
આ કુદરતી પ્રક્રિયામાં ખેતીની ક્રિયાથી કેટલીક ડખલગીરી તે અનિવાર્ય બને છે. પ્રથમ તે ખેતી અમુક નિયત સ્થળોએ જ કરવી પડે છે; આપણે ખેતરોને અહીંથી તહીં ખસેડી શકીએ નહિ. ઉપરાંત અમુક પાકો જ અમુક ખેતરોમાંથી લેવામાં આવે છે. પરંતુ જમીન વાસેલ રાખવી, તથા વારાફરતી પાક લેવા કે મિશ્ર પાક લેવા દ્વારા એ ડખલગીરીનાં પરિણામો હળવાં કરી શકાય છે. તેમ કરવાથી જે