Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 111
________________ ૯૪ ધરતી માતા ડખલને કારણે ઊભી થાય છે. આપણે ખેતીની પ્રક્રિયા દ્વારા ખેડ, વાવણી, લણવું વગેરે જે કાંઈ કરીએ છીએ, તે કુદરતની ‘વધવું અને ક્ષીણ થવું' એ રીતની જે ધીમી અને જટીલ પ્રક્રિયા છે, તેમાં ગંભીર ડખલ કે આડખીી ઊભી કરવા રૂપ છે. અલબત્ત, કુદરતની પ્રક્રિયામાં માનવે એવી ડખલ કે આડખીલી ઊભી કરવી જ પડે છે; પરંતુ એ ડખલ ધરતીના શાષણરૂપ ન બની રહેવી જોઈએ : એ એક યજ્ઞકર્મ બની રહેવું જોઈએ, જેમાં ધરતીમાંથી જેટલું લઈએ તેટલું તેને પાછું વાળવાની આપણી જવાબદારી અને ધર્મબુદ્ધિ ભારોભાર રહેલી હોય. ખેડૂતની પ્રથમમાં પ્રથમ ફરજ એ ગણાય કે, તેણે પાતાની જાતને કુદરતના એક ભાગરૂપ સમજવી. કુદરતી પરિસ્થિતિમાંથી ચાલાકી વાપરીને તે હરિંગજ છટકી શકવાના નથી, એ સમજી લેવું. તેણે કુદરતના કાયદા માથે ચડાવવા રહ્યા. કુદરતી પ્રક્રિયામાં તે જે કંઈ ડખલગીરી કરે, તે તેણે એ કાયદાની મર્યાદામાં રહીને જ કરવી રહી. એ જ કૃષી-કળાનું હાર્દ છે. આધુનિક વિજ્ઞાન કુદરતને એક એવા કંજૂસ ભંડારી માને છે, જે માનવજાતને જોઈતા ખારાક આપવામાં આનાકાની કરે છે અને વાર લગાડે છે. વિજ્ઞાન પેાતાની કરામતથી કુદરતની આડોડાઈને જેર કરી, અત્યારથી વધી ગયેલી માનવજાત માટે અનાજના ભંડારા છલકાવી દીધાની બડાશે। મારે છે. પરંતુ ખરી રીતે તે તે ધરતીની મૂળ મૂડી ઉપર તરાપ મારવા બરાબર છે. અને એમાંમી સૌને માટે લાંબા ગાળે કરુણ નિષ્ફળતા અને ભારે ઉત્પાત જ સરજાવાના છે. ખેતીની ખરી વૈજ્ઞાનિક રીત તે એ ય કે, કુદરત આ બાબતમાં શું કરી રહી છે તેનું નિરીક્ષણ કરવું, તથા માનવજાત કઈ બાબતમાં એનાથી આડી ફંટાય છે તે નક્કી કરીને સુધારી લેવું. અત્યાર અગાઉનાં પાનાંમાં એ અંગે ઘણું કહેવાઈ ગયું છે; છતાં અહીં આગળ ટૂંકમાં એ બધું ફરી યાદ કરી જવું ઉપયોગી થઈ પડશે.

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130