Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 118
________________ ખાતરના પ્રશ્ન ૧૦૧ બીજું, એ ઢગલામાંથી નાઇટ્રોજન હવામાં ઊડી જાય છે. વનસ્પતિને જોઈતા એ કીમતી ખોરાક આમ અમેનિયા રૂપે કે નાઇટ્રોજન ગેંસ રૂપે હવામાં ઊડી જાય, એ કેટલી નુકસાનકારક વસ્તુ ગણાય ? ત્રીજું, ઉકરડાના અંદરના ભાગમાં હવા જતી બંધ થઈ જવાથી, ઉપરનાં બે કરતાં પણ વધુ ખરાબ નુકસાન થાય છે. વસ્તુ જમીન ઉપર પડી પડી ક્ષીણ થતી થતી માટી થાય છે, એ તે આપણે જાણીએ છીએ. પણ એ પ્રક્રિયાને ગતિશીલ કરનાર તત્ત્વ ઑકિસજન છે, જે ક્ષીણ થવા લાગેલી વસ્તુઓના તત્ત્વોની સાથે ભળીને તેમને બાળી નાખે છે. પરંતુ જ્યાં ઑકિસજન મળતા નથી, ત્યાં કુદરત કોહવાટની રીત અખત્યાર કરે છે, જે ગંધ મારતા ગૅસેાની ઉત્પત્તિથી તરત પરખાઈ આવે છે. જ્યાં જ્યાં છાણના ઢગલા કાંક્રિટથી છેાયેલા ખાડાઓમાં કરવામાં આવે છે, ત્યાં એ છાણને માટી બનાવવાની પ્રક્રિયાને બદલે કાવડાવવાની પ્રક્રિયા અમલમાં આવેલી તરત જણાઈ આવશે; જ્યાં ખોદેલી જમીન ઉપર છાણના ઢગલા કરવામાં આવે છે, ત્યાં આજુબાજુની જમીનમાંથી હવાના સંચાર રહેતો હાવાથી ઑકિસજન મળતા રહે છે. પરંતુ કોંક્રિટથી છેાયેલા ખાડામાં એવા હવાના સાંચારન રહેવાથી, દુર્ગંધ મારતી કોહવાટની પ્રક્રિયા જ અમલમાં આવતી હોય છે. આમ, ઉકરડામાં કોહવાટની પ્રક્રિયા શરૂ થાય, એટલે ત્યાં પછી છાડને પોષણ આપનાર ખાતર તૈયાર થતું નથી. એમાં ઘણા લાંબા ફેરફારો થયા પછી જ તે ગંધાતી વસ્તુમાંથી છાડ કંઈકે પાષણ મેળવી શકે છે. ઢોર-ઢાંખના છાણ-મૂત્રના માત્ર ઢગલા કરવાથી ઉપર જણાવ્યું તેમ તેનું દહન કરીને માટી બનાવવા જોઈતા ઑકિસજન તેમાં મળતા નથી; એટલું જ નહિ પણ, એ માટી બનવાની પ્રક્રિયાને ગતિશીલ કરવા માટે છાણનાં પડની વચ્ચે વચ્ચે જમીન ઉપરનાં પાંદડાં-ડાળખાં વગેરે વનસ્પતિજ પદાર્થો પણ તેને મળતા નથી. છાણ-મૂત્ર અને વનસ્પતિજ કચરો ભેગાં મળે, તે જ કુદરત તેમનું માટીમાં રૂપાંતર કરવાની પોતાની

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130