________________
૧૦૨
ધરતી માતા
સ્વાભાવિક પ્રક્રિયા સહેલાઈથી અમલમાં મૂકી શકે છે. કાંપેસ્ટ ખાતર બનાવવાની રીતમાં એ સિદ્ધાંતને જ સ્વીકાર થયેલા છે.
આ ઉપરથી જે અગત્યના સિદ્ધાંત તારવી શકાય છે તે એ છે કે, ઢોર-ઢાંખ અને વનસ્પતિ બંનેનું મિલન મૃત્યુ તેમજ જીવનની પ્રક્રિયા દરમ્યાન યોગ્ય પ્રમાણમાં થતું રહેવું જોઈએ,
ઉપરાંત, જમીનને જોઈતું ખાતર પૂરતા પ્રમાણમાં મેળવવા છાણમૂત્ર એટલાં બધાં સર્વત્ર મળી રહેતાં નથી. એટલે તેમની સાથે વનસ્પતિજ કચરો મેળવવાથી પૂરતું ખાતર પણ મળી રહે છે તથા જોઈતા સ્વરૂપે (પૂરેપૂરું માટી થયેલું) પણ.
શીટ-કાંપેાસ્ટ
આંતર-જમીનમાં ઊંડા ચીરા પડાવવા, તથા છાણ-મૂતરના ઉકરડાને સુધારવો એ બે બાબતો ખાતરના પ્રશ્નના ઉકેલની દિશામાં પ્રથમ પગલાં છે. આ બે પગલાં જમીનને એક ત્રીજી પ્રક્રિયા દ્વારા હ્યૂમસનો પુરવઠો વધારવા શક્તિમાન બનાવે છે. એ ત્રીજી પ્રક્રિયા એટલે શીટકાંપેાસ્ટિંગ. એની પછી સ્વાભાવિક રીતે જ ચેાથું અને છેલ્લું પગલું પણ આવે છે — વાતાવરણમાંથી નાઇટ્રોજનને એકત્રિત કરનારાં જમીનમાંનાં એઝોટોબેકટર જેવાં જંતુઓને ઉત્તેજન આપવું તે.
એક વખત જમીનનું ઉપણું પડ ખનિજ દ્રવ્યોના અભિસરણથી અને હ્યૂમસના પુરવઠાથી સુધરી રહે, એટલે પછી જમીન પોતે પોતાની મેળે પેાતાને ખાતર પૂરું પાડવાની શીટ-કૉમ્પાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવાની સ્થિતિમાં આવી જાય છે. શીટ-કૉમ્પાસ્ટિંગ એટલે જમીનના ઉપલા પડમાં ઘૂમસના આપોઆપ ઉત્પાદનની પ્રક્રિયા. અલબત્ત, એને માટે જોઈતા કાચા માલના પુરવઠાની પ્રથમ જોગવાઈ કરી લેવી પડે છે: જેમકે, (૧) અનાજના પાકની લણણી પછી રહેતા કરચા-ખૂંપરા અને મૂળ જેવા વનસ્પતિ-અવશેષો; (૨) જમીનમાં જ પાછા ખેડી નાખવા માટે વવાતા ઊંડા મૂળવાળા તેમજ બીજા છાડવા;* અને (૩)
* temporary leys.