________________
૯૮
ધરતી માતા
ઉપર કશે ખર્ચના વિશેષ બાજો પડવા દીધા વિના કામદારોને તે પૌષ્ટિક નીરોગી ખોરાક સસ્તા દરે પૂરો પાડે છે. કામદારોના કામકાજ કરવામાં ઉત્સાહ અને તેમનામાં વરતાતા ખંતથી કારખાનાને પણ પૂરો બદલા મળી રહે છે. અર્થાત્, ઔદ્યોગિક થાક અને કંટાળાના પ્રશ્નના ઉકેલ પણ ફળદ્રુપ જમીનમાંથી ઊતરેલા પાકમાં ન શોધવો જોઇએ ?
એક ખાસ નોંધપાત્ર દાખલા ન્યૂઝીલૅન્ડનેા છે. તે દેશ ગારાના હાથમાં આવતાં, ત્યાં ઘેટાં ઉછેરી ઊન પરદેશ ચડાવી મેટો નફો કરવાના લાભમાં, તેઓએ નદીનાં મૂળ આગળના ઊંચાણ પ્રદેશામાં પણ ઘેટાં ચરાવી જમીનનું ધોવાણ શરૂ કર્યું, એ હકીકતના અછડત ઉલ્લેખ અગાઉ આવી ગયા છે. પરિણામે એ દેશની મેટા ભાગની ફળદ્રુપ જમીન ધાવાઈને કોતરાવાળી બની ગઈ છે. આખા દેશની જમીનની ફળદ્રુપતાના ખ્યાલ કરવાનું તે વખતે કોઈને સૂઝયું નહિ; એટલે તે દેશની કંગાળ ધરતીમાં ઊગતું ધાન વગેરે ખાઇને તે લોકોનું આરોગ્ય પણ કથળવા લાગ્યું.
લેડી ઈવ બાલ્ફર તેમના ‘ધ લિવિંગ સૉઇલ' નામના પુસ્તકમાં (પા. ૧૩૧) નોંધે છે, “ ન્યૂઝીલૅન્ડની શાળાઓમાં દાખલ થવા આવતાં દર સા છેાકરાંએ પંદર જણ તે। એવાં હોય છે કે જેમને દાક્તરી સારવારની તરત જરૂર હાય; તથા પંદર ॰ણને દાક્તરી તપાસ હેઠળ રાખવાની જરૂર હોય. ઘણાં છેાકરાંને નાક અને ગળાની તકલીફો હોય છે અને એછામાં ઓછી બે-તૃતીયાંશ સંખ્યાને દાંતના સડો લાગુ પડયો હોય છે. ન્યૂઝીલૅન્ડના આરોગ્ય ખાતાએ જ એ હકીકત જાહેર કરી છે કે, નિશાળે જવાની ઉંમરથી પહેલાંની ઉંમરનાં લગભગ ૩૦ ટકા છેાકરાંને નાક અને ગળાની તકલીફો હોય છે, ૨૩ ટકાને ગ્રંથીઓ (ગ્લૅન્ડ્સ)ની તકલીફ હોય છે અને ૨ ટકાને કોઈ ને કોઈ જાતની ફેફસાંની. શાળામાં દાખલ થયેલાં છેાકરાંના આરોગ્યની બાબતમાં સરકારી આંકડા આ પ્રમાણે છે: ૫ ટકા ફૂલી ગયેલી ગ્રંથીઓની તકલીફથી પીડાતાં હાય છે, પંદર ટકાને હૈડિયા પાસેની થાઈરૉઈડ ગ્લૅન્ડની વૃદ્ધિ