Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 103
________________ ધરતી માતા રોગને કારણે તે કટિબંધના મધ્યમાં આવેલ મોટા જંગલ-પ્રદેશોમાં માનવ વસવાટ અશક્ય બની રહે છે. એટલે એ પ્રદેશોમાં તાંબાની ખાણોનું કામકાજ શરૂ કરવા માટે પ્રથમ તો એ રોગોના જ નિરાકરણને વિચાર કરવાને રહ્યો. હવે દાક્તરી ઉપચારની ઘણી શાખાઓ છે. પ્રથમ તે રોગને જ ઉપચાર કરતી (curative) શાખા. તે પ્રથમ રોગનું સ્વરૂપ નકકી કરે છે, અને પછી તે રોગને ભેગ બનેલાની દવા વિચારે છે. બીજી શાખા છે, રોગને થતે જ અટકાવવાનું વિચારનારી (Preventive) શાખા. તે મોટા માનવસમાજને નીરોગી કેમ રાખવો તેના પ્રશ્નોમાં ઊતરે છે. ત્રીજી છે, ઉષ્ણકટિબંધમાં થતા રોગોનો ઉપચાર વિચારનારી (Tropcial) શાખા; તેને ઝોએલજી (પ્રાણીવિજ્ઞાન) નું જ સંતાન ગણવી જોઈએ, કારણ કે, તે એ પ્રદેશમાં રહેતાં જંગલી પ્રાણીઓને અભ્યાસ કરે છે. અને આ બધી પછી આવે છે રચનાત્મક ઉપચારની (Creative) શાખા. એને વિષે ઘણા ઓછા લોકો કશું પણ જાણતા હોય છે. રોગોને કારણે નિર્જન બની ગયેલા ઉત્તર રહોડેશિયાના પ્રદેશમાં એ બધી પદ્ધતિઓ કામે લગાડવી પડે તેમ હતું. તેમ છતાં મુખ્ય ભાર રચનાત્મક પદ્ધતિ ઉપર જ મૂકવામાં આવ્યો. અર્થાત ત્યાં કામ કરવા જનારા લોકોને નીરોગી ખોરાક પૂરો પાડવાની વાત ઉપર. તે લોકોને શ્રેમસથી લથપથ એવી ફળદ્રુપ જમીનમાં પકવેલો અને તેથી જીવન-શક્તિથી ઊભરાતે આહાર જ પૂરો પાડવામાં આવ્યો. ત્યાંની જમીનને ખૂબ હ્યુમસ-ભરપૂર બનાવવા સેંદ્રિય ખાતર પુષ્કળ પ્રમાણમાં ઉમેરવામાં આવ્યું. પંદર વર્ષમાં તે તે ભાગમાંથી રોગચાળાનું નામનિશાન નીકળી ગયું; અને એ ભાગ આરોગ્યધામ ગણાવા લાગ્યો. ત્યાં નબળી તબિયતના લોકો તબિયત સુધારવા આવવા લાગ્યા! આ દાખલો એ મુખ્ય વાત જ સિદ્ધ કરી આપે છે કે, લોકોનું આરોગ્ય અર્થાત રોગમુક્તિ તેઓ કેવો આહાર લે છે, તે ઉપર ખાસ આધાર રાખે છે.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130