________________
૯૦
ધરતી માતા લોકોના ધ્યાન ઉપર ઠોકીઠોકીને એ વસ્તુ લાવવાની જરૂર છે કે, આવતી કાલનું તેમનું આરોગ્ય આજે જમીનની જે ફળદ્રુપતા તેમણે જાળવી કે ઊભી કરી હશે તેના ઉપર જ આધાર રાખશે. ફળદ્રુપ જમીનનો પાક એ બાબતમાં શો ભાગ ભજવી શકે છે તેના બીજા અનેક દાખલા આપી શકાય તેમ છે. પરંતુ જેને કાન બહેરા જ રાખવા હોય, તેનો ઉપાય નથી. કૃત્રિમ ખાતરો જમીનની ફળદ્રુપતા અને આરોગ્યને નાશ કરે છે; અને સેન્દ્રિય છાણ-મૂત્રનાં ખાતર તથા કૉમ્પોસ્ટ જમીનને તાકાત અને જીવન આપે છે.
– એટલું યાદ રાખો કે, બધા રોગનું હાર્દ પ્રોટીન તત્વ જમીનમાંથી છોડમાં બરાબર સમન્વિત થવા કે ન થવામાં જ રહેલું છે. જે છોડમાં પ્રોટીન બરાબર સમન્વિત થઈ જાય, તે રોગને પ્રતીકાર કરવાની શક્તિ તે પાકને આપોઆપ પ્રાપ્ત થાય છે, અને ત્યાર પછી તે પાક ખાનાર માનવ કે પ્રાણીમાં એ સંક્રાન્ત થાય છે. એટલે જમીનમાંથી પ્રોટીન બરોબર છોડને મળતું રહે તથા તેમાં અભિસૂત થાય, તો એ પાક ખાનાર માણસ અને ઢોરના આરોગ્યની પણ ચિંતા કરવાની ન રહે.
આબોહવાની તીવ્રતા પ્રોટીનના સંક્રમણને નુકસાન કરી શકે છે. તેમ છતાં તેવા કિસ્સામાં પણ જમીનની છિદ્રાળુતા બરાબર જાળવી રાખવામાં આવે, તો એ તીવ્રતાની માઠી અસર પણ ઓછી કરી શકાય છે. અને જમીનની છિદ્રાળુતા જાળવવાનું એક મુખ્ય સાધન સેન્દ્રિય ખાતરથી છોડના મૂળમાં જમા થયેલું સૂમસ છે. નહેરનું પાણી અe કૃમી તારે મિત્રનની છિદ્રાળુતાનાં ભારે નાશક છે.