Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 78
________________ જમીનના રોગો ચડવા જેવી પ્રક્રિયા શરૂ થાય છે અને સફરવાળો હાઇડ્રોજન પેદા થાય છે, જેથી જમીન મરતી જાય છે. એ જમીન ઉપર ખારનું પડ બંધાય છે અથવા કિરમજી– કાળો રંગ છવાવા લાગે છે. જોબા ખારમાં સલ્ફટ અને સોડિયમ કલોરાઈડ હોય છે અને કિરમજી-કાળા રંગવાળા પડમાં વધારામાં સોડિયમ કાર્બોનેટ હોય છે; તે જમીનમાંના સેંદ્રિય પદાર્થો સાથે મિશ્રિત થઈ જમીનમાં પાણી ચુસાતું બંધ કરી દે છે તથા હવાની હરફર પણ રોકી દે છે સિદ્ધાંતમાં તે ખાર-જમીનને પાછી ફળદ્રપ કરવાનો ઉપાય સહેલો છે. જમીનમાં પહેલાં જિપ્સમ (ચિરોડી) ભેળવવી – જેથી સોડિયમ માટી કૅશિયમ માટીમાં રૂપાંતરિત થઈ જશે. પછી પાણીમાં ભળી જનારા ખારોને જમીન ઉપર પાણી ફેરવી ધોઈ કાઢવા; અને સેંદ્રિય ખાતરો જમીનમાં ઉમેરવાં. પરંતુ વ્યવહારમાં ઘણી જગાએ એ જમીનને પાછી ફળકપ કરવી એ ખર્ચ અને મહેનતના પ્રમાણમાં ખોટનો ધંધો થઈ પડે છે. એક વખત ફળક૫ થયા પછી પણ તેની ફળદ્રુપતા જાળવી રાખવી મુશ્કેલ હોય છે. પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં આવેલી કલ્યાના એસ્ટેટમાં ખાર-જમીનને નવ-સાધ્ય કરવાનો એક પ્રયોગ આ પ્રમાણે કરવામાં આવ્યો છે :- પ્રથમ જમીનની સપાટી ઉપરના ખારો ઉસરડી લેવામાં આવ્યા પછી જમીનને ખેડીને તેમાં “ધૂપ’ ઘાસ (Cynodon dactylon, Pers. ) વાવવામાં આવ્યું. પછી તેના ઉપર બે વરસ સુધી ઘેટાં અને ઢોર ચરવા દેવામાં આવ્યાં. પછી એ ઘાસ હળ વડે જમીનમાં ઉલટાવી દેવામાં આવ્યું; તથા મે અને જૂન મહિના સુધી એ જમીન તપવા દેવામાં આવી. એ જમીનમાં પછી લીલા ખાતરનો પાક ઉગાડવામાં આવ્યો. ત્યાર બાદ બેએક વખત તેમાં ઘઉં વાવવામાં આવ્યા અને પછી કપાસ પણ. આ પદ્ધતિમાં સંભાળ એ વાતની રાખવાની હોય છે કે, જમીન ઉપર બાર દેખા દે કે, તરત તેને ઉસરડી લેવો; અને ઘાસના પાક

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130