Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 97
________________ ધરતી માતા તે તેમને ચેપ લાગેલાં ઢોરની એટલી નજીક બાંધવામાં આવ્યા કે જેથી તેઓ પોતાનાં મેં એકબીજાને રગડી શકે. તેમ છતાં મોંના રોગોને ચેપ આ બળદોને ન લાગ્યો. ઢોરને થતા ના અને પગના રોગો વાઇરસના રોગો ગણાય છે. પરંતુ તે પણ ઢોરઢાંખને પૂરતા પોષક આહાર ન મળવાનું જ પરિણામ છે, એમ લેખક પોતાના અનુભવોને આધારે ભારપૂર્વક જણાવે છે. કૃત્રિમ ખાતરોવાળી જમીનમાં ઊગેલો ચારો કે ધાન વગેરે ખાનારાં ઢોરને એ રોગ વહેલો થવાનો સંભવ છે, એમ પણ તે નોંધતા જાય છે. બીજો એક અનુભવ તે એ નોંધે છે કે, ફળદ્રુપ જમીનમાં પકવેલું ધાન ઢોર હસે હોંસે ખાય છેએટલું જ નહિ પણ, બીજા ધાન કરતાં ઓછું ખાય તે પણ તે બરાબર ધરાઈ જાય છે. પરિણામે અનાજને પંદર ટકા જેટલો બચાવ થાય છે. મરઘા-બતકાંને ફળદ્રુપ જમીનમાં પકવેલું અનાજ આપવામાં આવે છે, તો નાનાં બચ્ચાંની મરણસંખ્યા ૪૦ ટકાથી ઘટીને ૪ ટકા થઈ જાય છે. ભંડોને એ અનાજ ખાવા મળતાં તેમને કર (scour) રોગ દૂર થઈ જાય છે. ઘડા અને ગાયોને પ્રસૂતિ વેળા જે મુશ્કેલીઓ પડે છે, તે પણ આ અનાજ ખાવાથી પડતી નથી. વૈજ્ઞાનિકો વધુ અનાજ કેમ કરીને ઊતરે એની તરખટમાં જ રહે છે. પણ એ અનાજ ગુણવત્તામાં કેવું થાય છે, અર્થાત્ તે અનાજ ખાનાર ઢોર-ઢાંખ તથા માનવ પ્રાણીઓ ઉપર તેની કેવી અસર થાય છે, તે વિચારવા કે તપાસવા થોભતા નથી, આંકડાશાસ્ત્રીઓ પણ એકર દીઠ ઉતારો તથા તેને વેચતાં થતી આવકના જ આંકડા માંડ્યા કરે છે; પણ પ્રાણીઓના આરોગ્ય ઉપર અને કોમના આરોગ્ય ઉપર તેમની શી અસર થાય છે, તેનું લેખું માંડતા નથી. પિષક અને નીરોગી આહાર પસંદ કરવાની ઢોર-ઢાંખમાં જે સાહજિક વૃત્તિ રહેલી છે, તે વૈજ્ઞાનિકોનાં સંશોધનો કરતાં જરાય ઊતરતી નથી, એવો પુરાવો મોટા પ્રમાણમાં ભેગો થતો જાય છે. બે

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130