Book Title: Dharti Mata Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial TrustPage 74
________________ જમીનના રાગો ૫૭ નહીં. આમ ચરાણ જમીન વધારે પડતા ઢોરના ચરાણથી ઉઘાડી થઈ જતાં, જમીનનું ધોવાણ જ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે. ગેારા વિસ્તારોમાં તો નફાના હેતુ જ પ્રાધાન્ય ભાગવતા હોઈ, જમીનની ફળદ્રુપતાની જાળવણીનો ખ્યાલ કર્યા વિનાં પાક ઉપર પાક લેવામાં આવતા હોઈ, જમીનનું ધાવાણ વધી ગયું છે. તીડનું કારણ પણ એમાં ઉમેરાયું છે. એવા દાખલા પણ જોવા મળ્યા છે, જ્યાં તીડો અને બકરાંની ભૂંડી કામગીરીને કારણે, એક જ વર્ષાઋતુમાં એક ફૂટ જેટલી ઉપર-તળની જમીન ધાવાઈ ગઈ હોય. પરંતુ ભૂમધ્યસમુદ્રના કિનારા ઉપરના પ્રદેશેા જમીનના ધોવાણના ચાંકાવી મૂકે તેવા દાખલાઓ પૂરા પાડે છે. એ પ્રદેશ પ્રાચીન કાળમાં જંગલા અને બીડાથી ભરપૂર પ્રદેશ હતા. પણ છેલ્લાં ૩૦૦૦ વર્ષથી ત્યાં જંગલેા કાપી નાખવાનું કામ ચાલતું આવ્યું છે અને અત્યારે તે એ આખા વિસ્તારમાં જંગલાનું નામનિશાન રહ્યું નથી. પરિણામે શિયાળામાં અચાનક ધસી આવતાં પૂરને કારણે મૂળ જમીનને મોટો ભાગ ધાવાઈ ગયા છે. ઉત્તર આફ્રિકામાં રોમનોના સમયમાં ફળદ્રુપ ખેતરો હતાં. રોમન લોકોએ એ પ્રદેશામાંથી મબલખ પાકો ખેચી ખેંચીને રોમ ભેગા કરવા માંડયા. પણ જમીનની સંભાળ રાખવાની તેમતે જરા પણ ગરજ ન હતી; કારણ કે, તે પ્રદેશેા તેમણે જીતેલા પ્રદેશેા હતા. પરિણામે એ ફળદ્રુપ પ્રદેશા અત્યારે છેક જ રણ-પ્રદેશા બની રહ્યા છે. ઇરાનમાં પણ, ત્યાંના સંખ્યાબંધ રાજાશાહી બગીચાઓ નાશ પામ્યા પછી, જમીન કેવી રેતી જેવી બની ગઈ, વાતાવરણ કેવું ગૂંગળાવે તેવું અને સૂકું બની રહ્યું અને ઝરા સુકાઈ જઈ કેવા તદ્દન બંધ પડી ગયા, એની હકીકત ઇતિહાસમાં નોંધાઈ છે. ઇજિપ્તમાં પણ જંગલા કપાઈ ગયા પછી એવા જ ફેરફારો થઈ ગયા,—વરસાદ ઓછા થઈ ગયા અને જમીનની ફળદ્રુપતા પણ ઘટી ગઈ.Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130