Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 47
________________ ધરતી માતા કુદરત, પરંતુ, પિતાનાં સંતાનોને એક-બે વખત ચાનક આપવાનું ચકતી નથી. અંગ્રેજોને પાઠ શીખવવા જ બે વિશ્વયુદ્ધો આવી પડ્યાં, અને તે વખતે સબમરીનોથી ઘેરાયેલા એ ટાપુના લોકોને પોતાને જોઈ અનાજનો પુરવઠો પરદેશથી લાવવાનું શક્ય ન રહેતાં, પોતાના દેશની જમીનના ઇંચે ઈચમાંથી અનાજ અને ખાદ્ય મેળવવાની “યુદ્ધને ધરણે” ઝુંબેશ શરૂ કરવી પડી. કેટલાંય વર્ષોથી પડતર રહેલી અને ઘાસ-ચારા હેઠળ રહેલી જમીને, હ્યુમસના એકઠા થયેલા ભંડારને કારણે, તે લોકોના પ્રયત્નોને સારી યારી આપી. પરંતુ લડાઈના જમાનામાં ઢોરોની સારી પેઠે કતલ થઇ ગઈ હતી તથા જુવાન સશક્ત માણસને લડાઈના ઉપયોગમાં લઈ લેવામાં આવ્યા હતા, એટલે કેપેસ્ટ કે છાણિયું ખાતર જમીનમાં પાછું વાળ- ૧ વાનું બન્યું નહિ, અને જમીન સદંતર નિચોવાઈને કસ વિનાની થતી ચાલી. અને કસ વિનાની જમીનથી ઉછેરાતા માણસો પણ એવા જ નિર્માલ્ય બની રહ્યા. એ કહેવાની જરૂર નથી. પરંતુ, યંત્રોદ્યોગી ક્રાંતિની સાથે સાથે, “વૈજ્ઞાનિક' નામને માનવજાતને એક નવો દુશ્મન ઊભો થયો હતો. માણસોની તુરછ નફાખોર આક્રમક વૃત્તિનો સહાયક બની, તેણે ધરતીને જે રંજાડ ઊભો કર્યો – કરાવ્યો, તેની કથની જુદું પ્રકરણ માગી લે છે.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130