Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 49
________________ ૨૨ ધરતી માતા વાનું ટાળ્યું હતું; - એમણે જીવન - ફિલસૂફી જ એવી ઘડી હતી, એમ કહેવું એ સત્યની વધુ નજીક ગણાય. પ્રાચીન કાળમાં એક બાદશાહ સમક્ષ એક કુશળ કારીગર મેટા મેટા કિલાના તોતિંગ દરવાજાઓ તેડવા માટેનું એક યંત્ર બનાવી લાવ્યો. બાદશાહે જોયું કે આ યંત્રથી ભલભલા કિલ્લા થોડા જ વખતમાં ભેદી શકાય અને લાખો લોકો ઉપર વિજય મેળવી શકાય. પરંતુ તે ડાહ્યા રાજવીએ તે કારીગરને મબલખ ઇનામ તથા કિંમત આપીને તે યંત્ર તેની પાસેથી લઈ લીધું અને તેના દેખતાં જ તોડી નખાવ્યું. યંત્રોદ્યોગી જમાને શરૂ થવા માટે ત્રણ અમાનુષી – અકુદરતી પરિસ્થિતિઓ સરજાવી જોઈએ, એમ બૂકસ આડમ્સ જણાવે છે: (૧) જમીન વગરના - હાંકી કઢાયેલા – ભૂખે મરતા માણસે – જે ગમે તે કામ કરી પેટિયું ફૂટી કાઢવા કબૂલ થાય; (૨) હાથપગ કે બાવડાંને જેરે કદી ભેગી ન કરી શકાય એવી મબલખ ચલણી મૂડી એક જગાએ ભેગી થાય; અને (૩) માનવજાતની સેવાને બદલે પૈસા ખાતર પોતાની બુદ્ધિને કે કુશળતાને વેચવા તૈયાર થનારા કોવિદ-તજજ્ઞો પૂજાય એવી સામાજિક અંધાધૂંધી ઊભી થાય. આવી બિનસાંસ્કૃતિક પરિસ્થિતિ ઊભી થવા માટે ધર્મભાવનાનો ખાસ હૂાસ થયો હોવા જોઈએ. ઇંગ્લૅન્ડ જેવા દેશમાં વિજેતા સામેતેએ ઊનનો વેપાર કરી પર્વ તરફના દેશમાંથી આવતી વિલાસ-સામગ્રી મેળવવા, ખેતરો ઉપરથી હજારો ખેડૂતોને હાંકી કાઢી, ત્યાં ઘેટાંના વાડા બનાવી દીધા, એ આપણે જોઈ આશ્ન. એ બધાં બેકાર ભૂખ્યાં ટોળાં લંડન વગેરે શહેરો ઉપર આજીવિકા મેળવવા ઊમટયાં. શહેરોમાં એ ભૂખ્યા લોકોની ભીડ ન થાય તે માટે તેમને મારી-પીટી દરિયાકિનારે હાંકી કાઢવા ખાસ કાયદાઓ કરવામાં આવ્યા. સ્વતંત્ર – સ્વમાની ખેડૂત એક વખત આમ બેકાર-ભિખારી બન્યો, એટલે તે ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તે જડ મજૂરીનું કામ કરવા તૈયાર થાય.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130