Book Title: Dharti Mata Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial TrustPage 63
________________ ૪$ ધરતી માતા ફળ-શાક ઉપર હુમલા કરવા લાગેલાં પરોપજીવી (પૅરેસાઈટ) જંતુ, ફ્રાન્સમાં દ્રાક્ષના વેલાઓ ઉપરથી ફૂગને દૂર રાખવા વપરાતાં લીલાં અને ભૂરાં તાંબાના દ્રાવણનાં છાંટણાં, જંતુનાશક છાંટણાં તૈયાર કરનારી અને વેચનારી નવી નવી કંપનીઓના વસ્તી-વધારો, ઢારદાક્તરોની ચામેર ઊભી થયેલી અને વધતી જતી માગ, ઢોરોમાં કૃત્રિમ રીતે વીર્યદાનથી ઊભી કરવામાં આવતી ઓલાદથી સારાં ઢાર વંધ્ય અને રોગી બની જવાના વધતા જતા બુમાટો... આ યાદી હજુ લંબાવી શકાય. ખેડૂત જુદા જુદા રોગોના હુમલાથી ગભરાઈ રહ્યો છે. જો ખેતી-વિજ્ઞાનની કામગીરીથી આ પરિણામ જ આવવાનું હોય, તો માણસે સવેળા ચેતી જવું ઘટે. ખેતી-વિજ્ઞાને ધરતીના આરોગ્યને હણીને માનવજાતના અને પ્રાણીમાત્રના આરોગ્યને કેવા ખતરો ઊભા કર્યો છે, એ તરફ સૌ કોઈનુ ધ્યાન ખેંચવા માટે જ હવે પછીનાં પ્રકરણા સર આલ્બર્ટ હાવર્ડ રોકે છે.Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130