Book Title: Dharti Mata Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial TrustPage 50
________________ યંત્રયુગની કિતાબ બીજી બાજ, સ્પેનના લોકોએ અમેરિકા તરફ જઈ મેકિસકો અને પેરુના સુવર્ણભંડારો ઉસરડી લાવવા માંડયા હતા. તેમને દરિયા વચ્ચેથી લૂંટી લઈને તથા હિન્દુસ્તાન વગેરે દેશોમાં વેપાર કરવા નિમિત્તે જઈ, ત્યાંની નબળી રાજકીય સ્થિતિને લાભ લઈ, મબલખ સમૃદ્ધિ લૂંટી લાવીને બ્રિટનના નાનકડા ટાપુમાં પ્રવાહી ચલણી મૂડીને મબલખ ભંડાર ઊભો થવા લાગ્યો હતે. આવા અંધાધૂંધીભર્યા અનૈતિક જમાનામાં બુદ્ધિશાળી તદબીરબાજોને, લાખેને કામધંધો તોડી, મૂઠીભર લોકોને લાખોની કમાણી કરાવી આપે એવાં મેઘાં યંત્રો શોધવાની સગવડ ઊભી થાય. પરિણામે, મબલખ પ્રવાહી મૂડી તથા ગુલામો જેવા બેકાર લોકોની ઊભી થયેલી સવલતને આધારે યંત્રોદ્યોગવાદનાં પગરણ યુરોપમાં મંડાયાં. એ બધા કારમાં કાળા ઇતિહાસની સાથે આપણા વિષયને શી લેવાદેવા છે તે હવે જોઈએ. યુરોપના ગોરા લોકો ઉત્તર અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા વગેરે દેશો ઉપર ફરી વળ્યા, ત્યારે ત્યાંની પ્રજાઓને મારી-કાપીને કે તેમને દૂર વગડામાં હાંકી કાઢીને તેમની “કુંવારી’ અફાટ ધરતીને તેમણે કબજો મેળવ્યો. “કુંવારી’ એ અર્થમાં કે ત્યાંના પ્રાચીન વતનીઓ ધરતીને ખેડવામાં કાંતે પાપ માનતા હતા, અથવા બહુ ઓછી જરૂર જેટલી જ ખેડતા હતા. પરંતુ એ કુંવારી ધરતીના માલિક થઈ બેઠેલા મૂઠીભર ગેરાએ તે આવી ફળદ્રુપ સમૃદ્ધ જમીન હાથમાં આવતાં એવા મકલાયા કે તેઓએ જરાય જવાબદારી દાખવ્યા વિના એ અફાટ ધરતીને ફાવે તેમ ચૂસવા માંડી. એક માણસના હાથમાં હજારો એકર જમીન હોય, એટલે તે શું કામ બે-પાંચ વીઘાને આધારે જીવનારા ખેડૂતની જેમ જમીનની ધ૦ – ૩Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130