Book Title: Dharti Mata Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial TrustPage 33
________________ ધરતી માતા નાઈટ્રોજન હંમેશાં ગુમાવાય છે; અને તેથી ઊતરતી કોટીને જે શ્રેમસ પેદા થાય છે, તેને “પીટ’ કહે છે, અને તેને બળતણ તરીકે જ વાપરી શકાય છે. પરંતુ આ બધો જમીનની સપાટી ઉપર ઊભો થતે સ્મસને ભંડાર છોડના મૂળમાં પહોંચે છે શી રીતે? કારણકે છોડના મૂળનેય ટેચને કે વાળ જેવા છેડાવાળો ભાગ જ એ હૃમસને આત્મસાત્ કરવાનું કામ કરતો હોય છે. કુદરત પાસે હળ કે કોદાળો કે પાવડો નથી; પરંતુ કુદરતે એને ઉકેલ બહુ સાદી છતાં સંપૂર્ણ રીતે કાઢયો છે. તેની પાસે કીડી, ઊધઈ, અળસિયાં જેવાં જંતુઓનું આખું મજુર-દળ તૈયાર છે. તેઓ હ્યુમસને નીચે છોડના મૂળ પાસે પહોંચાડી આપે છે. રાત અને દિવસ, કોરા દિવસોમાં કે વરસાદના દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. અલબત્ત, અમુક ગાળામાં તે વધુ તીવ્ર બનતી હશે. એ કીડાઓને અમુક વખતે સપાટી ઉપર આવવું પડે છે, અને અમુક વખતે ઊંડા ઊતરી જવું પડે છે. બગીચામાં ખરીને ભેગાં થયેલાં પાન બેએક રાતમાં જ અળસિયાં કેવી રીતે ખતમ કરી નાખે છે તે જુઓ, તે નવાઈ પામી જવાય. ઉપરાંત, ઝાડનાં એ મૂળિયાં જ્યાં મરતાં જાય છે, ત્યાં ઊધઈ કે અળસિયાં માટે ઊંડે ઊતરવાની મોટી ટનલ જ મળી રહે છે. વસ્તુતાએ તો અળસિયું એ હ્યુમસને કે તેની સાથે મિશ્રિત માટીને ખાઈને મળરૂપે જે કંઈ કાઢે છે, તે વનસપતિને આત્મસાત કરવા માટે ખાસી તૈયાર થયેલી વસ્તુ જ હોય છે. સપાટી ઉપરની માટી કરતાં આ મળની માટી સૂમસની બાબતમાં ૪૦ ટકા વધુ સમૃદ્ધ હોય છે; એટલું જ નહિ પણ, મિશ્ર નાઈટ્રોજન, ફેફેટ, અને પેટાશ જેવાં અગત્યનાં ખાદ્ય દ્રવ્યોથી પણ ભરપૂર હોય છે. અળસિયાંએ ખાઈને કાઢેલી માટી, સપાટી ઉપરની છ ઇંચ જેટલી માટી કરતાં મિશ્ર નાઈટ્રોજનની બાબતમાં પાંચ ગણી, ફૉસ્ફટની બાબતમાં સાત ગણી, અને પોટાશની બાબતમાં ૧૧ ગણી વધુ સમૃદ્ધ હોય છે.Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130