Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 36
________________ માનવની કિતાબ કરતે જ માલૂમ પડશે. આમ કુદરતની શાણી વ્યવસ્થાથી ગઠવાયેલી આખી સૃષ્ટિ કલ્પ, તે તેમાં જુદા જુદા જીવો અને તેમને માટેના ખાદ્ય-ભંડાર વ્યવસ્થિત ભરેલા-ગોઠવાયેલા માલૂમ પડશે. વળી કુદરત પિતાને પુરવઠો જોગવવામાં કદી કંજૂસાઈ નથી કરતી. જ્યાં જોઈએ ત્યાં જરૂરી કરતાં ઠંઈક વધારેની જ જોગવાઈ તેણે કરેલી દેખાશે. અખૂટ સૂર્યમાંથી શક્તિ મેળવી, પચાવી, વનસ્પતિ-સૃષ્ટિ વિલસે છે; તે વનસ્પતિ સૃષ્ટિની અઢળક પેદાશ ખાઈને પ્રાણીસૃષ્ટિ વિલસે છે, અને તે બંને સૃષ્ટિને આધારે મનુષ્ય-પ્રાણી વિલસે છે. કુદરતની નિયમ-વ્યવસ્થામાં “અતિવતી’પ્રશ્ન છે જ નહિ. તેના નિયમ કે જોગવાઈ બહાર કાંઈ જાય કે તરત જ તેની સંહારશક્તિ વિવિધરૂપે કામે લાગી જાય છે, અને તેણે જોઠવેલી ખાનાર અને ખાદ્યની સમતુલા આપોઆપ પાછી સ્થપાઈ જાય છે. પરંતુ કુદરતે પોતાના લાડીલા સર્જન માણસને એક શકિત વિશેષ આપી છે– ચિત, શક્તિ. આમ તે ચેતના-શક્તિ બધાં જીવંત પ્રાણીમાત્રમાં (વનસ્પતિ-સૃષ્ટિ સુધ્ધાંમાં) છે; પરંતુ માનવની ચિત શક્તિ અને ખી ચીજ છે. કહેવું હોય તે એમ કહી શકાય કે, કુદરતના અંતિમ તત્ત્વને – રહસ્યને સાક્ષાત્કાર કરી શકે તેવી તીવ્ર ચિત શક્તિ તેને પ્રાપ્ત છે. માનવ પણ કુદરતની નિયમ-બદ્ધતામાં-શિસ્તમાં કુદરતના અંગ તરીકે ગોઠવાયેલો હોઈ, તેને માટે બધી ભૌતિક જોગવાઈની પણ આપોઆપ વ્યવસ્થા થઈ હોવા છતાં તેમાં તે હસ્તક્ષેપ કરી શકે છે. તેના હસ્તક્ષેપથી કુદરતની બીજી બધી કે બીજાની વ્યવસ્થા બગડે એવો સંભવ ખરો; પરંતુ કુદરતે કદાચ માનવના વિશિષ્ટ અધિકારને લક્ષમાં લઈ તેની ચિત શક્તિ ઉપર ભરોસો રાખી, એટલું જોખમ ખેડેલું છે. અલબત્ત, માનવપ્રાણી અને વિશિષ્ટ અધિકાર ભૂલી, એની ચિત શક્તિને દુરુપયોગ કરી, કુદરતની વ્યવસ્થામાં રંજાડ ઊભું કરે, ત્યારે કુદરત પાસે તેને વિનાશને મહાનિયમ તૈયાર છે જ. આખા પૃથ્વી-ગ્રહરૂપી એક રજકણ નાશ પામી જાય, તેને તેને કશે રંજ થાય તેમ નથી.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130