Book Title: Dharti Mata
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 10
________________ ચેતવણી સર આલ્બર્ટ હાવર્ડે દાંટાનાદ કરીને દુનિયાને અને ખાસ કરીને ભારતને સંભળાવી દીધું છે કે, બેજવાબદાર વૈજ્ઞાનિકોની જાળમાં ફસાઈ, લાકો વધુ ઉત્પાદન કરવાને લેભે, આધુનિક કૃષી - પદ્ધતિને અપનાવીને ધરતીની અને તેને આધારે જીવતા માનવની – અરે પ્રાણીમાત્રની —બરબાદી સરજી રહ્યા છે. તેમાંથી ચેતીને તે વેળાસર પાછા નહીં ફરે, તો પછી તેમની એવી વલે થવાની છે કે જેમાંથી ‘ભગવાન તેમને બચાવે !' - આપણા દેશમાં સૈકાંઓથી પરદેશીઓની ગુલામી સહન કરતા રહીને લોકોની મનેવૃત્તિ એવી હીન બની ગઈ છે કે, તેમને પરદેશનું જ બધું સારું – સાચું – સુધારારૂપ કે પ્રગતિરૂપ લાગે છે. પણ પરદેશનું બધું જ સારું કે સાચું હોતું નથી. ત્યાં પણ સર આલ્બર્ટ હાવર્ડ જેવા બહુ ઓછા લોકો જીવનને લગતાં સત્યો કે તથ્યાને યથાતથ પામી શકતા હાય છે. આપણા દેશમાં જ્યાં ગાંધીજી જેવાએ દર્શાવેલાં જીવનને લગતાં મૂળભૂત સત્યોને ભૂંસી નાખી, આધુનિક વિજ્ઞાન–ટેકનાૉજીની અંધાધૂંધ સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યાં સર આલ્બર્ટે આપેલી ચેતવણીની પણ કોણ પરવા કરવાનું છે? પણ તેથી જે ઊંડી ખાઈ તરફ આપણે ગબડવા માંડયું છે, તેને તળિયે પહોંચ્યા બાદ આપણે પાછા શી રીતે નીકળી શકવાના હતા? એટલે હજુ પણ વખત છે ત્યાં સુધી, સર ૧. સર હાવર્ડ` ભારતમાં અંગ્રેજ સરકારની નોકરી ખાવી ગયા હતા. ९

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 130