Book Title: Dharti Mata Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust View full book textPage 8
________________ ખાસ કરીને “સ્વદેશી’ વ્રતના બીજા પાસાનો જે ભંગ આચરવામાં આવે છે, દેશની કુદરતી સંપત્તિને જે રીતે જીવનના ધારણ-પોષણ કરતાં બીજા જ હેતુસર વાપરવામાં – વેડફવામાં આવે છે, તે તરફ સૌનું ધ્યાન ખેંચવાની જરૂર છે. વળી, વધારે ને વધારે પાક મેળવવાના લોભમાં ટ્રેક્ટરથી ખેતી, રાસાયણિક ખાતરો, જંતુનાશક છાંટણાને ઉપયોગ વગેરેને આગળ કરતા પરદેશી કૃષિવિજ્ઞાનને ઉપયોગમાં લઈ દેશની ધરતીને જે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે વધુ ખતરનાક છે. આપણી ભવિષ્યની પેઢીને વારસામાં એવી બરબાદ કરી મૂકેલી જમીન પાછળ મૂકતા જવાને આપણને શો હક હોઈ શકે? ઉપરથી, દેશના સામાન્ય જનને દૂરદર્શન – આકાશવાણીના પ્રચારથી નેહરૂએ સર્જેલી “હરિયાળી ક્રાંતિને “જય' પોકારતા કરી મુકવામાં આવ્યો છે! પણ દેશની ધરતીના એ બગાડ સાથે તે ધરતી ઉપર થતે દૂષિત પાક ખાનાર પ્રજાની જે માઠી વલે થાય છે, તે સર આલ્બર્ટ હાવ વર્ષો પહેલાં “સૉઈલ એન્ડ હેલ્થ’ નામના પુસ્તકમાં બતાવી આપ્યું છે. પરંતુ તે તરફ ધ્યાન ખેંચવાને બદલે, દૂરદર્શનથી આધુનિક કપીવિજ્ઞાનને દેશને ખૂણે ખૂણે ધરતીની ને પ્રજાની બરબાદી સાધવા ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, તે ટાણે, સર આલ્બર્ટ હાવર્ડના પુસ્તકને સરળ ગુજરાતી સંક્ષેપ દ્વારા સૌની સમક્ષ રજૂ કરતાં, એક ઋણ અદા કર્યા જેટલે સંતોષ થાય છે. પુત્ર છે. પટેલ તા. ૧૮-૧૧-'૮૫ મંત્રીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130