Book Title: Dharti Mata Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial TrustPage 29
________________ ૧ર ધરતી માતા ઈ શકે નહિ. એક મૂઠી ભરીને જમીન ખેબામાં લો અને જુઓ તે તે જીવંત પ્રાણીઓથી ખદબદતી હશે. જીવતી ફૂગ, જીવાણુઓ (બૅકિટરિયા) તથા પાણીના એકકોષી જીવો(પ્રોટઝોઆ)-ની વસ્તીની માટીમાં ખાસી ભીડ હોય છે. જમીનમાં પ્રવર્તતું આ ધબકતું જીવન જ મહાન જીવન-ચક્રો ગતિમાન કરવામાં અગ્ર ભાગ ભજવે છે. એ આખી પ્રક્રિયા સૂક્ષ્મદર્શક કાચ દ્વારા નિહાળી શકાય છે. આ સંકીર્ણ વસતીમાં સૌથી વધુ અગત્યનો વર્ગ ફૂગ છે. સફરજનના ઝાડના મૂળની બાજુમાં ઊંડે ખાડો ખોદી કાચની ઊભી બારી ગોઠવવામાં આવે, તે સારા દૂરબીનથી કે સૂક્ષ્મદર્શક કાચથી આ ફૂગની બધી કામગીરી નિહાળી શકાય છે. જમીનનાં છિદ્રોમાં કરોળિયાનાં જાળાં જેવા તેના ધોળા ફેલાતા તાંતણા સ્પષ્ટ દેખાય છે. એ તાંતણાઓ જુવાન સફરજનના ઝાડના મૂળના ટોચલા પાસેના ભાગ તરફ, (જ્યાં મૂળના વાળ ઊગતા હોય છે,) ધસી જતા હોય છે. પરંતુ આ તો કહાણીની શરૂઆત જ છે. ફૂગના તાંતણા કુળના આ વાળ પાસે આવે કે થોડી વારમાં સફરજનનાં મૂળ એ તાંતણાઓને પિતાનામાં અંદર ખેંચી લે છે. એ તાંતણા પછી છોડના અભિસરણ કરતા રસમાં ભળી જાય છે. એ તાંતણાઓમાં ભરપટ્ટ પ્રોટિન મોજૂદ હોય છે, અને દશ ટકા જેટલું સેન્દ્રિય નાઇટ્રોજન પણ. આ પ્રોટિન મૂળના કેશોમાં મોજૂદ હોતા આથા જેવા રસમાં સહેલાઈથી પચી જાય છે. પરિણામે ઝટ ભળી જાય એવા જે નાઈટ્રોજન-સંકુલો ઉત્પન્ન થાય છે, તે છોડના રસમાં થઈને વીલા પાનમાં પહોંચે છે. અલબત્ત થોડા અપવાદો છે – જેવા કે ટામેટા અને કોબિજવર્ગના છોડો. તે છોડોને મૂળિયાંનું ઝુંડ હોય છે અને મૂળ ઉપરના વાળ બહુ લાંબા લાંબા જતા હોય છે. આ છોડ ફૂગને સીધી આત્મસાત કરી શકતા નથી. તે આ છોડને પોષણ કેવી રીતે મળે છે ? ઉપરની કરતાં બીજી પ્રક્રિયાથી : અર્થાત્ ફળદ્રુપ જમીનમાં મૃત જીવાણુઓનાં કરોડો શરીરો સડતાં હોય છે અને જમીનના સંયુક્ત કણની આસપાસPage Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130