Book Title: Dharmvyavastha Batrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 4
________________ अथ धर्मव्यवस्थाद्वात्रिंशिका प्रारभ्यते । છઠ્ઠી બત્રીશીમાં સાધુસામગ્રનું વર્ણન કર્યું. તેનો નિર્વાહ ધર્મવ્યવસ્થાથી થાય છે. તેથી હવે ધર્મવ્યવસ્થાનું નિરૂપણ કરાય છે भक्ष्याभक्ष्यविवेकाच्च गम्यागम्यविवेकतः । तपोदयाविशेषाच्च स धर्मो व्यवतिष्ठते ॥७-१॥ “ભક્ષ્ય અને અભક્ષ્યના વિવેકથી; ગમ્ય અને અગમ્યના વિવેકથી તપવિશેષથી અને દયાવિશેષથી છઠ્ઠી બત્રીશીમાં છેલ્લા શ્લોક દ્વારા જણાવેલો ધર્મ વ્યવસ્થિત થાય છે.'-આ પ્રમાણે પહેલા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે છઠ્ઠી સાધુસમગ્ર નામની બત્રીશીના છેલ્લા શ્લોકમાં પરમાનંદની પ્રાપ્તિ; જે ધર્મની આરાધનાથી વર્ણવી છે, તે ધર્મ ભક્ષ્યાભર્ચ અને ગમ્યાગમ્યના વિવેકથી તેમ જ તપ અને દયા વિશેષથી વ્યવસ્થિત-સદ્ગત બને છે. જ્યાં ભક્ષ્યાભઢ્ય અને ગમ્યાગમનો વિવેક નથી તેમ જ તપવિશેષ કે દયાવિશેષ નથી, તે ધર્મ વાસ્તવિક નથી. આમ તો દરેક ધર્મમાં ભણ્યાભઢ્યાદિનો વિવેક તેમ જ તપ, દયા વગેરેનું વર્ણન કર્યું તો હોય છે પરંતુ તે વાસ્તવિક અને પૂર્ણ હોતું નથી. અવાસ્તવિક અધકચરું નિરૂપણ ધર્મની વ્યવસ્થા માટે તદ્દન જ અર્થહીન બને છે. તેથી એ રીતે ધર્મનું નિરૂપણ કર્યા વિના અહીં વાસ્તવિક અને પૂર્ણ રીતે તેનું(ધર્મનું) નિરૂપણ કરવાનું ધાર્યું છે. અન્યદર્શનકારોએ ધર્મની વ્યવસ્થા માટે જે રીતે વ્યવસ્થા વિચારી છે; તેની અનુપપત્તિ જણાવવાપૂર્વક વાસ્તવિક વ્યવસ્થા કેવી હોય છે તે જણાવવાનું અહીં તાત્પર્ય છે. અજ્ઞાન અને કદાગ્રહ આત્માને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર-સુદૂર રાખે છે. અન્યદર્શનકારો તો એ રીતે કરી છે RSS હssst==s 1stહxtહes issussess

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 56